બ્રેકિંગ ન્યૂઝ ! ગુજરાત અને ચેન્નાઈ વચ્ચેની IPLની પ્રથમ મેચ 200% થશે રદ, જાણો શું છે તેની પાછળનું કારણ….

IPLની 16મી સિઝનની શાનદાર શરૂઆત આવતીકાલે એટલે કે 31 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થવાની છે. IPL 2023ની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે અમદાવાદમાં રમવાની છે. IPLની શરૂઆત થાય તે પહેલા એક ખૂબ જ ખરાબ અને માઠા સમાચાર સામે આવી રહ્યા છે.

IPL 2023ની તૈયારી કરવા માટે તમામ ખેલાડીઓ પોતાની ફ્રેન્ચાઇ સાથે જોડાઈ ચૂક્યા છે. ગુજરાતની ટીમના તમામ ખેલાડીઓ પણ અમદાવાદ ખાતે જબરજસ્ત પ્રેક્ટિસ કરતા નજરે પડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022 IPLની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે 31 માર્ચના રોજ અમદાવાદમાં કાંટાની ટક્કર જોવા મળશે. પરંતુ આ મેચ 200 ટકા રદ થઈ શકે છે. ચાલો જાણીએ તેની પાછળ શું છે મોટું કારણ…

IPL 2023ની આ પ્રથમ મેચ ગુજરાત અને ચેન્નઈ બંને માટે ખૂબ જ મહત્વની છે. IPL 2023નું ઉદ્ઘાટન પણ અમદાવાદ ખાતે થવાનું છે. જેના કારણે હાલ અમદાવાદ શહેરમાં ખૂબ જ જોરદાર બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. પરંતુ IPLની શાનદાર શરૂઆતમાં હવામાન વિલન રૂપ સાબિત થઈ શકે છે. તેને લઈને હાલ એક મોટા માઠા સમાચાર સામે આવ્યા છે.

છેલ્લા ઘણા સમયથી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા તારીખ 31 માર્ચ થી 2 એપ્રિલ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી ભારે વરસાદ અને વાવાઝોડાની મોટી આગાહી કરી છે. આવી સ્થિતિમાં અમદાવાદમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં રમનારી પ્રથમ મેચ માટે આ એક ખૂબ જ ખરાબ સમાચાર ગણી શકાય છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ વરસી શકે છે. જેને કારણે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સની પ્રથમ મેચમાં જ તે વિલન બનશે અને મેચ 200 ટકા રદ થઈ શકે છે. જો મેચ રદ થશે તો IPLના નિયમો અનુસાર બંને ટીમને એક એક પોઇન્ટ આપવામાં આવશે. આઈપીએલના ચાહકો માટે આ એક ખૂબ જ ખરાબ સમાચાર ગણી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *