IPL શરૂ થાય તે પહેલા પ્રીતિ ઝિન્ટાને લાગ્યો મોટો ઝટકો, ઓપનર બેટ્સમેન જ થયો સમગ્ર લીગ માંથી બહાર….
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ પૂર્ણ થયા બાદ હવે 31 માર્ચથી ઇન્ડિયન પ્રીમિયમ લીગની 16 મી સીઝન શરૂ થવા જઈ રહી છે. IPL 2023ની શરૂઆત થાય તે પહેલા જ આ ઘાતક ટીમને જોરદાર આંચકો લાગ્યો છે. આ સ્ટાર ઓપનિંગ બેટ્સમેન જેને કરોડો રૂપિયા આપીને ખરીદવામાં આવ્યો હતો. તે અચાનક જ સમગ્ર સિઝન માંથી બહાર થયો છે.
IPL 2023ની તૈયારીઓ હાલ પુલ જોશમાં ચાલી રહી છે. તમામ ટીમો પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર મેચની પ્રેક્ટિસ કરતી નજરે પડી રહી છે. આ વર્ષે આઈપીએલ 2023ની ટ્રોફી કોણ જીતશે તે પણ કહેવું મુશ્કેલ લાગી રહ્યું છે. IPL 2023 ની શાનદાર શરૂઆત થાય તે પહેલા જ પંજાબ કિંગ્સની ટીમને એક મોટો ફટકો લાગ્યો છે.
તમને જણાવી દઈએ કે ઇન્ડિયન પ્રીમિયમ લીગની સૌથી મજબૂત ટીમ પંજાબ કિંગ્સ માટે એક મોટા ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. 16.75 કરોડ રૂપિયા આપીને ખરીદવામાં આવેલ આ ઓપનિંગ બેટ્સમેન અચાનક જ IPL 2023 માંથી બહાર થયો છે. જેને કારણે સમગ્ર ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ચાલો જાણીએ આ સ્ટાર ખેલાડી કોણ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર તમને જણાવી દઈએ કે પગની ઈજા માંથી બહાર આવેલ ઇંગ્લેન્ડનો વિસ્ફોટક ઓપનર બેટ્સમેન જોની બેરસ્ટો વર્ષ 2023ની શરૂ થતી IPLની 16મી સીઝન માંથી બહાર થયો છે. તેના દેશ તરફથી તેને ઓબ્જેક્શન સર્ટિફિકેટ મંજૂર ન થવાને કારણે સમગ્ર લીગ માંથી બહાર થયો છે. આ તેનું બહાર થવાનું મુખ્ય કારણ છે.
તાજેતરમાં જ કેરળના કોચી ખાતે યોજવામાં આવેલ આઈપીએલ 2023 ના મીની ઓપ્શનમાં પંજાબ કિંગ્સે જોની બેયરસ્ટોને 6.75 કરોડમાં ખરીદ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી આ સ્ટાર ખેલાડીને સ્પર્ધામાં ભાગ ન લેવા માટે રોક લગાવવામાં આવી છે. જેને કારણે પંજાબની ટીમને ખૂબ જ મોટો છટકો લાગ્યો છે. IPL 2023માં પંજાબનું ટકી રહેવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે.