IPL માંથી ટીમ ઈન્ડિયાને મળ્યો યુવરાજ સિંહ જેવો ઘાતક ખેલાડી, વનડે વર્લ્ડ કપમાં મચાવશે તબાહી…

આઈપીએલની 16મી સીઝન પુરજોશમાં ચાલી રહી છે. Iplની વચ્ચે ટીમ ઇન્ડિયાને આ ઘાતક ખેલાડી મળ્યો છે જે વર્લ્ડ કપ 2011 જીતાડનાર યુવરાજસિંહ જોવો છે. જે ભારતને એકલો પોતાના દમ પર વન ડે વર્લ્ડ કપ 2023 જીતાડી શકે છે. યુવરાજસિંહ ભારતીય ટીમનો ખૂબ જ દિગ્ગજ ખેલાડી છે. જેણે ઘણા ઇતિહાસો પોતાના નામે કર્યા છે.

યુવરાજસિંહ ઘણા સમયથી ક્રિકેટમાંથી બહાર છે. પરંતુ આજે પણ તેના ચાહકો તેની બેટિંગને ખૂબ જ પસંદ કરે છે. ફરી એકવાર તેના જેવો જોરદાર ખેલાડી ipl માંથી બહાર આવ્યો છે. તમને જણાવી દઈએ કે ipl 2023માં કોલકત્તા નાઈટ રાઈડર્સનો એક ખેલાડી યુવરાજસિંહની જેમ ધમાકેદાર બેટિંગ કરતો જોવા મળ્યો છે. આ ખેલાડી એકલો ભારતને વન-ડે વર્લ્ડ કપ જીતાડી શકે છે.

તમને જણાવી દઈએ કે કોલકાતા નાઈટ રાઈડર્સનો આ ડેશિંગ બેટ્સમેન કોલકાતાને ઘણી મેચોમાં શાનદાર જીત અપાવી ચૂક્યો છે. તાજેતરમાં જ ગુજરાત ટાઇટન્સ સામેની એક મેચ દરમિયાન છેલ્લી ઓવરમાં આ ઘાતક ખેલાડીએ સતત પાંચ સિક્સર ફટકારીને કોલકત્તાને શાનદાર વિજય અપાવ્યો હતો. ચાલો જાણીએ આ સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્ટાર બેટ્સમેન રીન્કુ સિંહ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેની ઘાતક બેટિંગને કારણે ક્રિકેટ પસંદગી કારકો પણ તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. આ ખેલાડીને વન-ડે વર્લ્ડ કપમાં જો ટીમમાં સ્થાન મળી શકે તો તે ભારતને એકલા હાથે વર્લ્ડ કપ જીતાડી શકે છે.

ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમ્યાન છેલ્લી ઓવરમાં રીન્કુ સિંહે પાંચ જોરદાર સિક્સર ફટકારીને અશક્ય જીત અપાવી હતી. આ મેચ દરમિયાન તેણે 21 બોલમાં 48 રન કર્યા હતા. રીન્કુ સિંહ ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી છે. જેણે ઘરેલુ ક્રિકેટમાં યુપીની ટીમનો કેપ્ટન પણ રહી ચૂકેલ છે. રીંકુ સિંહનું આ જોરદાર પ્રદર્શન જોઈને ક્રિકેટ ચાહકો તેને વનડે વર્લ્ડ કપ 2023માં ટીમ ઇન્ડિયામાં સામેલ કરવાની મોટી માંગ ઉઠાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *