ગૌતમ ગંભીર પહેલા વિરાટ કોહલીની અમિત મિશ્રા સાથે થઈ હતી મોટી લડાઈ, વીડિયો થયો વાયરલ જુઓ…

IPL 2023ની 43મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મહામુકાબલો યોજાયો હતો. આ મેચ બેંગ્લોરે 18 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. પરંતુ આ મેચ દરમિયાન એક મોટી દુર્ઘટના પણ બની હતી. લખનઉ સુપર જાયન્ટ્સનો કોચ ગૌતમ ગંભીર અને બેંગ્લોરનો સ્ટાર કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે મોટી બબાલ જોવા મળી હતી. આ બબાલ પહેલા પીચ ઉપર વિરાટ કોહલીની અમિત મિશ્રા સાથે પણ મોટી લડાઈ થઈ હતી.

લખનૌ અને બેંગ્લોર વચ્ચેની આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો બેંગ્લોરના સ્ટાર કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને લખનઉને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પ્રથમ બેટિંગ કરીને 9 વિકેટે 126 રન જ બનાવી શકી હતી. ત્યારબાદ આ નાના સ્કોરને પૂર્ણ કરવા માટે લખનૌની ટીમ મેદાને ઉતરી હતી.

પરંતુ બેંગ્લોરની ટીમે ખૂબ જ ઘાતક પ્રદર્શન બતાવ્યું હતું. જેના કારણે લખનઉની ટીમ ફક્ત 108 રનમાં ઓલઆઉટ થઈ હતી અને સમગ્ર મહામુકાબલો પોતાના નામે કર્યો હતો. મેચ પૂર્ણ થયા બાદ ઘણા ખેલાડીઓ ગુસ્સે ભરાયા હતા. જેને કારણે મેદાન ઉપર જ હલ્લાબોલ જોવા મળી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.

તમને જણાવી દઈએ કે આ મેચ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી અને અફઘાનનો સ્ટાર ક્રિકેટર નવીન ઉલ હક પણ 17મી ઓવરમાં જોરદાર ટકરાયા હતા. આ દરમિયાન અમિત મિશ્રા બંનેને શાંત પાડવા માટે વચ્ચે પડ્યો હતો. પરંતુ વધુ પડતી દલીલને કારણે વિરાટ કોહલી અને અમિત મિશ્રા જોરદાર રીતે ટકરાયા હતા અને શરૂ મેચમાં બંને ઝઘડતા જોવા મળ્યા હતા. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.

મેચ પૂર્ણ થયા બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર પણ આમને સામને ટકરાતા જોવા મળ્યા હતા. તેનો પણ એક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પરંતુ હાલ વિરાટ કોહલી અને અમિત મિશ્રાની લડાઈનો વધુ એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ આગની જેમ ફેલાઈ રહ્યો છે. જુઓ આ વિડીયો…

https://twitter.com/Suparna_2715/status/1653264706851966981?t=kveT8q6SWZpC22UDM0vx8A&s=19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *