મેચ પૂર્ણ થયા બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયો મોટો ઝઘડો…– જુઓ વિડિયો
IPL 2023ની 43મી મેચ ગઈકાલે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે એકાના સ્પોર્ટ્સ સિટી ખાતે રમાઈ હતી. આઈપીએલની આ મેચ ખૂબ જ રોમાંચિત અને કટોકટી ભરી જોવા મળી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આ મેચ 18 રને પોતાના નામે કરી હતી. મેચ પૂર્ણ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલી અને લખનઉ સુપર ઝાઈન્ટ્સનો કોચ ગૌતમ ગંભીર વચ્ચે મોટો ઝઘડો થયો હતો.
આ કટોકટી ભરેલ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર કેપ્ટન વિરાટ કોહલી ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને લખનઉ સુપર જાયન્ટ્સને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. બેંગ્લોરની ટીમે પ્રથમ બેટિંગ કરીને 9 વિકેટે 126 રન બનાવ્યા હતા. ત્યારબાદ લખનઉની ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. પરંતુ 108 રનમાં સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ હતી. જેને કારણે બેંગલોરે આ મેચને 16 રને પોતાના નામે કરી હતી.
બેંગ્લોરની ટીમે ગઈકાલે ખૂબ જ ઘાતક પ્રદર્શન બતાવ્યું હતું. મેચ પૂર્ણ થયા બાદ જૂની દુશ્મનાવટને કારણે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે મોટો હોબાળો જોવા મળ્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ મેચ છેલ્લે સુધી ખૂબ જ રોમાંચિત જોવા મળી હતી.
તમને જણાવી દઈએ કે આ મેચ પૂર્ણ થયા બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર બંને ટીમો સાથે મેદાન ઉપર ઝપાઝપી કરતા જોવા મળ્યા હતા. મેચ પૂર્ણ થયા બાદ બંને વચ્ચે ખૂબ જ ગાળા ગાળી અને બોલા બોલી જોવા મળી હતી. વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર છેલ્લા ઘણા સમયથી દુશ્મનાવટને કારણે ઝઘડતા હોય છે. પરંતુ આ વખતે કાંટાની ટક્કર જોવા મળી હતી.
વાયરલ થઈ રહેલ વીડિયોમાં તમે જોઈ શકો તેમ છો કે મેચ પૂર્ણ થયા બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર પ્રથમ વાતચીત થી ઝઘડો કરી રહ્યા હતા. ત્યારબાદ અચાનક જ ગુસ્સે ભરાઈને બંને ઝપાઝપી કરતા જોવા મળ્યા હતા. પરંતુ ટીમના અન્ય સદસ્યોએ તેમને જુદા પાડીને આ સમગ્ર મામલાને ઠાર્યો હતો. પરંતુ આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. જુઓ વિડિયો.