5 રનથી હાર્યા બાદ હાર્દિક પંડ્યા થયો ગુસ્સે, આ દિગ્ગજ ખેલાડીને જાહેરમાં ગણાવ્યો હારનું સૌથી મોટું કારણ….
Ipl 2023ની 44મી મેચ ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. જીતેલી મેચ ગુજરાતે પોતાના હાથો માંથી ગુમાવીને પાંચ રને કારમી હાર મળી હતી. આ મેચ દરમ્યાન ગુજરાત ટાઇટન્સના બોલેરોએ ખૂબ જ ઘાતક પ્રદર્શન બતાવ્યું હતું. પરંતુ બેટ્સમેનો સંપૂર્ણ ફ્લોપ જોવા મળ્યા હતા.
મેચ પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાર્દિક પંડ્યા ભારે ગુસ્સામાં જોવા મળ્યો હતો અને આ સ્ટાર ખેલાડીને જાહેરમાં હારનું સૌથી મોટું કારણ ગણાવ્યો છે. આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ દિલ્હી કેપિટલે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ગુજરાત ટાઇટન્સને તેના હોમ ગ્રાઉન્ડ ઉપર બોલિંગ કરવા માટે આમંત્રિત કરી હતી. ગુજરાતની ઘાતક બોલિંગ વચ્ચે દિલ્હી કેપિટલ્સે ફક્ત 130 રન બનાવી શકી હતી.
ત્યારબાદ આ નાના સ્કોરને પૂર્ણ કરવા ગુજરાત ટાઇટન્સની ટીમ મેદાને ઉતરી હતી. પરંતુ ગુજરાત ટાઇટન્સની શરૂઆતમાં બેટીંગ ખૂબ જ ઘાતક જોવા મળી હતી પરંતુ અંતે દિલ્હી કેપિટલ્સની બોલિંગે ગુજરાતને ઘૂંટણીએ બેસાડ્યું હતું અને પાંચ રને ભવ્ય વિજય મેળવ્યો હતો. મેચ પૂર્ણ થયા બાદ હાર્દિક પંડ્યાએ આ ખેલાડીને જાહેરમાં ખખડાવ્યો હતો. ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે મેચ પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સની ઓપનિંગ જોડીને હારનું સૌથી મોટું કારણ ગણાવી છે. મેચ પૂર્ણ થયા બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું ગુજરાત ટાઇટન્સની ઓપનિંગ જોડી કંઈ ખાસ કમાલ કરી બતાવી નહીં. ગુજરાતની ઓપનિંગ જોડી નિષ્ફળ જવાના કારણે પાછળથી આ નાના સ્કોરને પૂર્ણ કરવામાં ભારે મુશ્કેલીઓ જોવા મળી હતી.
રિદ્ધિમાન સાહા છેલ્લા ઘણા સમયથી સતત ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ સામેની આ સરળ મેચ દરમિયાન પણ તે સંપૂર્ણ ફ્લોપ થયો હતો. જેને કારણે ગુજરાતને કારમી હાર મળી છે. આ મેચ દરમિયાન મોહમ્મદ શમીએ ચાર વિકેટ ઝડપી હતી. તેની આ મહેનત પર પણ રિદ્ધિમાન સાહાએ પાણી ફેરવ્યું હતું. હાર્દિક પંડ્યાએ વધુમાં જણાવતા કહ્યું છે કે દિલ્હી કેપિટલ્સની ઘાતક બોલિંગ પણ ગુજરાતની હારનું મોટું કારણ છે.