6,6,6,6,6,6..યશસ્વી જયસ્વાલે 124 રન ફટકારી IPLમાં મચાવી તબાહી, આવું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો….

Ipl 2030ની 16મી સીઝનની 42મી મેચ ગઈકાલે રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ મુંબઈ ઇન્ડિયન્સે છ વિકેટે પોતાના નામે હતી. પરંતુ રાજસ્થાન રોયલ્સનો સ્ટાર યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે સૌ કોઈના દિલ જીતી લીધા હતા. આ મેચ દરમિયાન તેને 124 રનની મોટી ઇનિંગ્સ રમી હતી.

આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને મુંબઇ ઇન્ડિયન્સને પ્રથમ બોલિંગ કરવા માટે તેના જ હોમ ગ્રાઉન્ડ ઉપર આમંત્રિત કરવામાં આવી હતી. રાજસ્થાની ટીમે પ્રથમ બેટિંગ કરીને 212 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેમાં યશસ્વી જયસ્વાલે 62 બોલમાં 124 રન ફટકારીને આઈપીએલ 2023 માં તબાહી મચાવી હતી.

યશસ્વી જયસ્વાલે આ મેચ દરમિયાન 16 ફોર અને 8 લાંબી લાંબી સિક્સર ફટકારી હતી. આ મેચ દરમિયાન શાનદાર સદી ફટકારીને એક મોટો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. યશસ્વી જયસ્વાલ આવું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. આ મેચ દરમિયાન તેણે ફક્ત 53 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી હતી. ચાલો જાણીએ શું છે આ વર્લ્ડ રેકોર્ડ..

તમને જણાવી દઈએ કે યશસ્વી જયસ્વાલે આ મેચ દરમિયાન 124 રન ફટકારીને આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર અનકેપ્ટ ખેલાડી બની ગયો છે. આ પહેલા આ મોટો વર્લ્ડ રેકોર્ડ ચંદ્રશેખર વલથાટીના નામે હતો. જેણે વર્ષ 2011માં ચેન્નાઈ સુપરકિંગ્સ સામે મોહાલીના સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ તરફથી બેટિંગ કરતા 120 રન બનાવ્યા હતા. આ યાદીમાં ત્રીજા ક્રમાંક પર શોન માર્શનો સમાવેશ થાય છે જેણે 2008ની સાલમાં પંજાબ સામે રાજસ્થાન તરફથી 115 રન બનાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે યશસ્વી જયસ્વાલ રાજસ્થાનની ટીમ માટે સૌથી મોટો સ્કોર બનાવનાર સંયુક્ત પ્રથમ બેટ્સમેન બની ચૂક્યો છે. આ જોરદાર પ્રદર્શનને કારણે IPL 2023માં ઓરેન્જ કેપ હોલ્ડર બની ગયો છે. આ મેચ દરમિયાન તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *