6,6,6,6,6,4… યશસ્વી જયેસ્વાલે 47 બોલમાં 98 રન ફટકારી IPLમાં મચાવી તબાહી, આવું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો…

Ipl 2023 ની 16 મી સીઝનની 56મી મેચ ગઈકાલે રાજસ્થાન રોયલ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે ઈડન ગાર્ડન ખાતે રમાઈ હતી. આ મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સની ટીમે IPL 2023નું સૌથી સારું પ્રદર્શન કરીને કોલકાતા સામે 9 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. આ વિજય મેળવતાની સાથે જ પોઇન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે આ મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સનો સ્ટાર યુવા બેટ્સમેન યશસ્વી જયેસ્વાલે એક મોટું કારનામું કરી બતાવ્યું છે.

રાજસ્થાન અને કોલકત્તા વચ્ચેની આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ રાજસ્થાન રોયલ્સનો સ્ટાર કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને કોલકત્તાને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. કોલકત્તાએ પ્રથમ બેટિંગ કરીને 8 વિકેટે 149 રન બનાવ્યા હતા. આ નાના સ્કોરને પૂર્ણ કરવા માટે ત્યારબાદ રાજસ્થાન રોયલ્સની ટીમ મેદાને ઉતરી હતી. પરંતુ રાજસ્થાનની ટીમે જોરદાર પ્રદર્શન કરીને 13.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને લક્ષ પૂર્ણ કરીને ભવ્ય વિજય મેળવ્યો છે.

આ મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સનો સ્ટાર બેટ્સમેન યશસ્વી જયેસ્વાલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ મેચ દરમ્યાન યશસ્વી જયેસવાલે 47 બોલમાં 98 રનની મોટી ઇનીગ્સ રમી હતી. જેમાં પાંચ સિક્સ અને 12 ફોર ફટકારી હતી. આ મેચ દરમિયાન યુજવેન્દ્ર ચહલે પણ ચાર વિકેટ લઈને રાજસ્થાન રોયલ્સને શાનદાર જીત અપાવવામાં મોટો ફાળો આપ્યો હતો. ચાલો જાણીએ યશસ્વી જયેસવાલે કયો સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો.

આ મેચ દરમિયાન યુવા બેટ્સમેન યશસ્વી જયેસ્વાલે 13 બોલમાં સૌથી ફાસ્ટ ટેસ્ટ ફિફ્ટી ફટકારીને IPL જગતનો સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ મેચ દરમિયાન તેણે ફક્ત 13 બોલમાં 50 રન ફટકાર્યા હતા. અત્યાર સુધી આ મોટો વિશ્વ રેકોર્ડ ભારતીય સ્ટાર બેટ્સમેન કે એલ રાહુલના નામે હતો. તેણે પાંચ વર્ષ પહેલા મોહાલી સ્ટેડિયમમાં 14 બોલમાં સૌથી ફાસ્ટસ્ટેટ ફીફ્ટી ફટકારી હતી.

Ipl 2023ની 16 મી સીઝન દરમિયાન યશસ્વી જયેસ્વાલે ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન કે એલ રાહુલનો સૌથી મોટો રેકોર્ડ ધ્વસ્ત કર્યો છે અને ઇતિહાસમાં પોતાનું નામ અમર બનાવ્યું છે. આ રેસમાં પેટ કમિન્સે પણ ગત સીઝનમાં 14 બોલમાં 50 રન ફટકાર્યા હતા. ત્યારબાદ હવે યશસ્વી જયેસ્વાલે 13 બોલમાં 50 રન કટકારીને આ વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આગામી દિવસોમાં આ સારા પ્રદર્શનને કારણે તે ભારતીય ટીમમાં રમતો જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *