6,6,4,4,4,4… સૂર્યકુમાર યાદવે 31 બોલમાં 66 રન ફટકારી પંજાબ કિંગ્સ સામે મચાવી તબાહી…-જુઓ વિડિયો
IPL 2023ની 46મી મેચ ગઈકાલે મુંબઈ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. મુંબઈ ઇન્ડિયન્સની ટીમે આ મહત્વની મેચ છ વિકેટએ પોતાના નામે કરી હતી. આ મેચમાં વિજય મેળવતાની સાથે જ મુંબઇ ઇન્ડિયન્સની ટીમે IPL 2023ના પોઇન્ટ ટેબલમાં 10 પોઇન્ટ પૂર્ણ કર્યા છે. આ મેચ દરમિયાન મુંબઇ ઇન્ડિયન્સ તરફથી ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે ખૂબ જ ઘાતક બેટિંગ દેખાડી હતી.
આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ મુંબઇ ઇન્ડિયન્સની ટીમે ટોસ જીતીને તેને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. પંજાબ કિંગ્સની ટીમે પ્રથમ બેટિંગ કરીને ત્રણ વિકેટે 214 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ મુંબઈની ટીમ આ મોટા સ્કોરનો પૂર્ણ કરવા માટે મેદાને ઉતરી હતી.
મેદાને ઉતરતાની સાથે જ મુંબઈના કેપ્ટન રોહિતે કંઈ ખાસ કરી બતાવ્યું નહીં. પરંતુ ઇશાન કિશન અને સૂર્યકૂમાર યાદવની જોડીએ મુંબઈ ઇન્ડિયન્સને શાનદાર જીત અપાવી હતી. આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવે ખૂબ જ ઘાતક બેટિંગ બતાવી હતી. આ મેચ દરમિયાન સૂર્યાએ 31 બોલમાં 66 રનની મોટી ઈનિંગ રમી હતી. જેમાં 8 ફોર અને 2 મોટી સિક્સર ફટકારી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.
સૂર્યકુમાર યાદવે પંજાબ કિંગ્સના સૌથી મોંઘા ખેલાડીને એક જ ઓવરમાં 23 રન ફટકારીને ખરાબ રીતે ધોયો થયો હતો. આ ખેલાડી બીજું કોઈ નહિ પરંતુ ઇંગ્લેન્ડનો સ્ટાર રાઉન્ડર સેમ કરન છે. જેને પંજાબે 18 કરોડમાં ખરીદ્યો હતો. સૂર્યકુમાર યાદવની ઘાતક બેટિંગ સામે સેમ કરન કંઈક ખાસ કમાલ કરી શક્યો નહીં અને ભારે રન આપતો જોવા મળ્યો હતો. સૂર્યકુમાર યાદવની આ ઘાતક બેટીંગનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે.
આ મેચ દરમિયાન મુંબઈના દાવ દરમિયાન 13મી ઓવર ફેંકવા માટે સેમ કરન આવ્યો હતો. આ ઓવર દરમિયાન સૂર્ય કુમાર યાદવ એ પહેલા જ બોલ પર શાનદાર સિક્સર હતી. ત્યારબાદ બીજા બોલ પર પણ લોગઓફ ઉપરથી એક ખતરનાક સિક્સ ફટકારી હતી. સૂર્યકુમાર યાદવની આ સિક્સર ફટકારવાનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. જુઓ વિડિયો…