રેઇન-કોટ છત્રી મૂકી ન દેતા, વિદાઈ પહેલા રાજ્યના આ વિસ્તારોમાં મોટા વાવાઝોડા સાથે તબાહી મચાતા ભયંકર વરસાદની હવામાન વિભાગની મોટી આગાહી…
રાજ્યમાં હવે તહેવારની સિઝન ખૂબ જ નજીક આવી ગઈ છે. નવરાત્રીને બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં મોટા વાવાઝોડા સાથે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે હાલ ખેડૂતોમાં અને નવરાત્રી ખેલૈયોમાં ભારે ચિંતાનો માહોલ છવાયેલો છે. રાજ્યના મોટાભાગના ખેતરોમાં હાલ ટૂંકા ગાળાના પાકો પાકવાની ફૂલ તૈયારીમાં છે.
હવામાન વિભાગ દ્વારા વરસાદની વિદાઈને લઈને પણ સચોટ માહિતી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એવા મનોરમાં મોહંતી દ્વારા આગામી દિવસોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કચ્છના કેટલાક વિસ્તારોમાંથી વિદાય તરફ આગળ વધી રહ્યું છે તો આ સાથે જ રાજ્યના હજુ મોટાભાગના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ અને વાદળછાયું વાતાવરણને કારણે થંડરસ્ટોમ એક્ટિવિટી ક્રિએટ થઈ છે તો આ સાથે જ અરબી સમુદ્રમાં એક હળવું લો પ્રેશર ઉત્પન્ન થવાને કારણે આગામી દિવસોમાં પવન સાથે ગુજરાતને વરસાદ ધમરોળ છે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
તમને જણાવી દઈએ કે હવામાન ખાતાના કેહવા અનુસારું હાલ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની મોટી શક્યતા દેખાઈ રહી છે તો આ સાથે જ ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં મોટા ચક્કરવાત સાથે વરસાદ વિદાય વેળાની સાથે જ ફરી એકવાર ગુજરાતને ભયંકર તોફાની વરસાદની સંભાવના આપી છે. વરસાદના એક છેલ્લા વધુ મોટા રાઉન્ડની હવામાન નિષ્ણાતો દ્વારા આગાહીઓ આપવામાં આવી છે.
રાજ્યમાં ચોમાસાનો હાલ અંતિમ તબક્કો ચાલી રહ્યો છે પરંતુ હજુ આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટા એંધાણ આપ્યા છે. અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલ ડિપ્રેશનની પરિસ્થિતિના કારણે મોટા ચક્રવાત સાથે નવરાત્રીના નવા દિવસ વરસાદી માહોલ જામશે તેની પણ મોટી સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વીય વિસ્તારોમાં 26 થી 1 સુધી અમરેલી, ભાવનગર, જેસર મહુવાતો આ સાથે જ તાપી, નર્મદા, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ સહિતના વિસ્તારોમાં મોટા ચક્રવાત સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે અને આ સાથે જ ધોધમાર વરસાદ પણ ખાબકી શકે છે જેને કારણે હાલ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી છે. તો આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.