વરસાદની વિદાઈ ક્યારે ? ફરી એકવાર હવામાન વિભાગે કરી નવી આગાહી, આ જિલ્લાઓમાં આગામી દિવસોમાં વરસાદ ભુક્કા બોલાવશે….
રાજ્યમાં ચોમાસુ વિદાય તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું હોય તેવા એંધાણો મળી રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલ ચોમાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. તો આ સાથે જ 28 સપ્ટેમ્બર પછી કચ્છમાંથી તેના દક્ષિણ પૂર્વ વિસ્તારોમાંથી ચોમાસુ વિદાય લેશે અને ત્યારબાદ ધીમે ધીમે રાજ્યના બીજા વિસ્તારોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધશે અને ત્યારબાદ શિયાળાનું આગમન જોવા મળશે.
8 ઓક્ટોબર બાદ ગુજરાત સહિત રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસુ વીધીગત રીતે વિદાય લેશે તેવી આગાહી હાલ ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. તો આ સાથે જ ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ ફરી જામશે તેને લઈને એંધાણો વ્યક્ત કર્યા છે. રાજ્યમાં નવરાત્રિના દિવસોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગના કહેવા અનુસાર ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે આ વરસાદની આગાહીને કારણે હાલ ખેલૈયાઓમાં ઉદાસીનતાની લાગણી છવાઈ ગઈ છે. કેમકે છેલ્લા બે વર્ષથી વૈશ્વિક મહામારીના કારણે નવરાત્રીએ લોકોએ ધામધૂમથી ઉજવણી કરવા દીધી નથી પરંતુ આ વર્ષે વરસાદ અડચણરૂપ બની શકે છે તેવા એંધાણ હાલ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે.
થોડા દિવસ પહેલા હવામાન વિભાગે નવરાત્રીમાં વરસાદની શક્યતા નહીંવત ને લઈને આગાહી જાહેર કરી હતી પરંતુ હાલ બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ તીવ્ર લોપ્રેશર સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ફરી વરસાદ ગુજરાતમાં ભુક્કા બોલાવશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે.
તો આ સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે પાટણ, મહીસાગર, છોટાઉદેપુર, સાબરકાંઠા, બનાસકાંઠાઝ સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં મધ્યમથી હળવા ઝાપટાઓ જોવા મળશે તો વધુમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતાઓ નહિવત રહેશે પરંતુ આ દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને તેની સાથે ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળશે.