હસ્ત (હાથિયો) નક્ષત્ર ક્યારે બેસે ? કયું વાહન હશે ? અને આ નક્ષત્રમાં રાજ્યમાં વરસાદી માહોલ કેવો રહેશે ? શું ભારે વરસાદ પડશે ? તેને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી….
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હવે ઉતરવા જઈ રહ્યું છે અને ત્યારબાદ હસ્ત એટલે કે હાથીયો નક્ષત્રની શરૂઆત થશે. એવું કહેવામાં આવે છે કે ચોમાસાનું આ છેલ્લું નક્ષત્ર ગણી શકાય કેમ કે ત્યારબાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે અને શિયાળાનું આગમન થતું હોય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે તો કેટલાક વિસ્તારોમાં ખરડ જોવા મળી છે. પરંતુ હવે સૂર્યનો હાથી અને ક્ષેત્રમાં પ્રવેશ થવા જઈ રહ્યો છે.
ખેડૂત મિત્રો હાથીયા નક્ષત્રનું રૂપ કેવું હોય તે બધા ખેડૂત મિત્રો જાણે જ છે આ નક્ષત્રમાં ખૂબ જ વધુ ગરમી સાથે તડકો અને ક્યારેક કડાકા ભડાકા અને પવનની સાથે વરસાદ જોવા મળતો હોય છે મોટાભાગના ખેડૂતોની નજર ચોમાસાના મુખ્ય બે નક્ષત્રો ઉપર હોય છે તેમાં પહેલું આદ્રા નક્ષત્ર અને બીજું હાથીયા નક્ષત્ર. આ બે નક્ષત્ર પરથી આખું વર્ષ કેવું થશે તેનું અનુમાન લગાવવામાં આવે છે.
સૂર્યનો હાથીયા નક્ષત્રમાં પ્રવેશ 27 સપ્ટેમ્બર 2022ને મંગળવાર સમય 12ને 44 મિનિટે થવા જઈ રહ્યો છે જ્યારે સૂર્ય હાથીયા નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે તેનું વાહન શિયાળનું રહેશે. અંબાલાલ પટેલ દ્વારા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સૂર્યનો મંગળવારે હાથીયા નક્ષત્રમાં પ્રવેશ થતો હોવાથી આ નક્ષત્રમાં ભારે વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ આ નક્ષત્રમાં નોંધાઈ શકે છે. તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે.
હાથીયા નક્ષત્ર દરમિયાન વરસાદી માહોલ રહેતા ખેડૂતોના પાકને ભારે નુકસાની થવાની શક્યતા ઉભી થઈ છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ નક્ષત્રની શરૂઆતમાં જ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક સક્રિય લોપ્રેશર સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે જેને લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આ વર્ષે આ નક્ષત્રમાં ભારે તારાજી સર્જાઈ તેવા સંકેતો મળી રહ્યા છે.