રાજ્યના વાતાવરણમાં અચાનક આવ્યો મોટો પલટો, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગની મોટી આગાહી….

રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ શરૂ થયો છે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળા ડીબાંગ વાદળો ઘેરાતાની સાથે જ કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી છુટા છવાયા ઝાપટાઓ જોવા મળ્યા છે તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમરેલી બાબરા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે આ વરસાદ ખેડૂતો માટે કમોસમી વરસાદ સાબિત થઈ રહ્યો છે કારણ કે હાલ કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકો જે પાકવાની પૂરી તૈયારી ઉપર છે.

વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છવાયેલો છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લાખો એક્ટરમાં થયેલ કપાસ, મગફળી, સોયાબીનના વાવેતરને નુકસાની થઈ શકે તેમ છે. નક્ષત્ર બદલાતાની સાથે જ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અરબી સમુદ્રમાં હાલ એક મોટી સક્રિય સિસ્ટમ ઉત્પન્ન થવા જઈ રહી છે જે 28 થી 1 ઓક્ટોબર ની વચ્ચે રાજ્યમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ લાવી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગમી દિવસોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે તો આ સાથે જ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અમુક છૂટા છવાયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા મોટી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નવરાત્રીના દિવસોમાં વરસાદી માહોલ ઉત્પન્ન થતા ગરબા ખેલૈયાઓમાં પણ ભારે ચિંતા છવાયેલી છે.

હાલ ઉત્પન્ન થયેલ સક્રિય સિસ્ટમને કારણે હવામાન વિભાગ દ્વારા નવરાત્રીના દિવસોમાં વરસાદી માહોલ ચોક્કસ જળવાયેલો રહેશે તેને લઈને પણ સચોટ માહિતી આપી છે તો જેમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, સાબરકાંઠા, બનાસકાંઠા, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર, જામનગ,ર સુરેન્દ્રનગર, સહિતના જિલ્લાઓમાં નવરાત્રીના દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *