તાલાલાનાં ધાવામાં બનેલ ધૈર્યા હત્યાકાંડમાં આવ્યો નવો વળાંક હવે આ વ્યક્તિની પણ થઈ શકે છે ધરપકડ જાણો…
એવું કહેવામાં આવે છે કે દુનિયાનો કોઈ પણ સંબંધ સમય પસાર થતાની સાથે જ બદલાઈ શકે છે ગમે તેવો નજીકનો વ્યક્તિ પણ આ સાથ છોડી શકે છે માતા પિતા પણ પોતાના સંતાનો સાથ ક્યારેય છોડતા નથી પરંતુ આ લાગણી બદલાઈ શકે છે આજના ટેકનોલોજીના સમાનામાં મા માટે પોતાના સંતાન કરતા પતિ વધારે મહત્વનો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે હાલમાં જ એક સોશિયલ મીડિયા પર એક ચર્ચાનો વિષય બનેલ ધૈર્યા હત્યા કેસમાં એક નવો જ વળાંક સામે આવ્યો છે.
ગીર સોમનાથના તાલાલા તાલુકામાં આવેલ ધાવા ગામે 14 વર્ષની માસુમ નાની બાળકી સાથે પોતાના પિતા અને બાપુજી દ્વારા નવરાત્રિના દિવસોમાં વળગાડના બહાને તાંત્રિક વિધિઓ દ્વારા તેની બલિ ચઢાવવામાં આવી હતી પોતાની જ દીકરી પર સતત સાત દિવસ સુધી નરાધામોએ અત્યાચાર કર્યો હતો અને પિતા પુત્રીના આવા પવિત્ર સંબંધો પર કલંક લગાવ્યું છે.
આ સમગ્ર કાંડ કરવા માટે આ 14 વર્ષની દીકરીની માતાએ પોતાના પતિને આ સમગ્ર કાંડ કરવા માટે પરવાનગી આપી હતી પરંતુ હજુ પણ આ દીકરીની માતા પોતાના પતિને સજા કરાવવાને બદલે પતિનો સાથ આપી રહી છે હાલમાં નાની બાળકીની માતા નો એક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં દીકરીની માતા ઘરે આવેલ કેટલાક લોકો પર ઊંચા અવાજે રોષ ઠાલવતી જોવા મળી રહી છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તેની માતા એવું કહી રહી છે કે દીકરીને કોણ અને શું કામ મારી તે સાવ નજીવી બાબત છે પરંતુ આ દીકરી હાલ દુનિયામાં નથી અને તેના પિતા પર આ સમગ્ર હત્યાનો આરોપ લગાવ્યો છે જેને કારણે અમારા પરિવારમાં હાલ આફત આવી છે. આ સાથે જ ત્યાં આવેલા લોકોને કહી રહી છે કે આ અમારી અંગત બાબત છે અને મને મારા પતિ અને પરિવાર પર પૂરો વિશ્વાસ છે.
આ સમગ્ર અત્યારે કેસમાં ભાવેશ ગોપાલ અકબરી અને દિલીપ ગોપાલક અકબરીની ધરપકડ કરવામાં આવી હતી જેને 11 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરીને હાલ તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. વધુમાં ધાવામાં પુરાવાનો નાશ કરવામાં તેમજ અન્ય કેટલાક આરોપીઓને મદદ કરી હોવાના પુરાવા બહાર આવતા અર્શનાબેન ઉર્ફે જ્યોતિ જેનિશભાઈ ઠુંમરને દુષ્ટ પ્રેરણાની મદદગીરી કરવાની બાબતે પોલીસ અટક કરવામાં આવી છે.