રાજ્યમાં આ દિવસોથી પડશે કડકડતી ઠંડી, આ વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ રહશે વધારે હવામાન વિભાગે કરી મોટી આગાહી…
રાજ્યમાં હાલ ચોમાસાએ સંપૂર્ણ રીતે વિદાય જાહેર કરી છે અને ત્યારબાદ આ વેકેશનની સિઝન ચાલી રહી છે. ચાલી રહેલ આ સિઝનમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે સમી સાંજથી વહેલી સવાર સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગુલાબી ઠંડી પડી રહી છે તો આ સાથે જ દિવસે બપોરના સમયે કાળજાળ ગરમી પણ પડી રહી છે જેને કારણે એક સાથે બે ઋતુ લોકો અનુભવી રહ્યા છે.
શિયાળામાં કડકડતી ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા એક મોટું અનામાન લગાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ડિસેમ્બર મહિનાથી ઠંડીનું જોર એકદમ વધી શકે છે અને ભારે કડકડતી ઠંડી પડી શકે છે તો આ સાથે જ નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે હાલના સમયમાં રાજ્યમાં વાતાવરણ સૂકું અને બેવડી ઋતુ વાળું રહી શકે છે જેને લઇને હવામાન વિભાગ દ્વારા સંકેતો આપ્યા છે.
રાજ્યમાં અત્યારે ઉત્તર પૂર્વીય પવનોની ગતિમાં વધારો થતા ઠંડીનો પારો ઉપર ચડ્યો છે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે તો આ સાથે જ બપોરે ગરમી પણ સહન કરી રહ્યા છે રાજ્યમાં હવે ચોમાસાની વિદાય પછી શિયાળો ધીમે ધીમે જોર પકડી રહ્યો છે પરંતુ આ બેવડી ઋતુથી લોકો હાલ પરેશાન થઈ રહ્યા છે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ભારે વધી શકે છે અમદાવાદમાં હાલ તાપમાનનો પારો ૧૮ ડિગ્રી ઉપર ઠંડો થયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ભારતના ઉત્તરીય વિસ્તારોમાં હિમવર્ષાને કારણે નવેમ્બર મહિનાના બીજા સપ્તાહથી રાજ્યના કેટલાક વિસ્તારો જેવા કે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ એકદમ વધી શકે છે રાજ્યમાં નવેમ્બર મહિનાના બીજા સપ્તાહથી ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે. તો આ સાથે જ રાજ્યમાં હવે શિયાળો ભરપૂર જોવા મળશે ડિસેમ્બર મહિના બાદ શિયાળો ખૂબ જ કળકતી ઠંડી વરસાવશે તેવા સંકેતો પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે.