ચોમાસાની વિદાયને લઈને હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત, આ વિસ્તારોમાં વરસાદે લીધી વિદાઈ પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં…
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ ગત આગાહી મુજબ જણાવવામાં આવ્યું હતું કે આવતા અમુક દિવસોમાં કચ્છ માંથી વરસાદ વિદાઈ લેશે તો તે આગાહી સાચી પડી છે. આજે હવામાન વિભાગ દ્વારા કચ્છ માથી મેઘરાજાએ વિદાઈ લીધી છે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કચ્છ માંથી લીધેલ આ વિદાઈ ડીસા સીધી પહોંચી છે. એટલે કે મેઘરાજાએ કચ્છથી ડીસા સુધી વરસાદી આરામ જાહેર કર્યો છે.
તો આ સાથે હવામાનમાં વિભાગ દ્વારા ગુજરાતના તમામ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય ને થોડો સમય લાગી શકે છે કારણ કે હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે અને બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ સક્રિય સિસ્ટમના લીધે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે તેને લઈને મોટી સંભાવના વ્યક્ત કરી છે.
મીડિયા અહેવાલ મુજબ હવામાન નિષ્ણાંત અને તેના ડાયરેક્ટર એવા ડૉ. મનોરમા મોહંતી સાથેની વાતચીમાં તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં છૂટો છવાયો કે મધ્યમ વરસાદ વરસી શકે છે તો આ સાથે જ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ નહીવત જોવા મળશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી.
આ વિસ્તારોમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણની સાથે છૂટા છવાયા ઝાપટાઓ જોવા મળશે તો તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમરેલી, વડોદરા, બોટાદ, સુરત, ભરૂચ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો તો આ સાથે જ સૌરાષ્ટ્રના કેટલા ગામડાઓમાં પણ ધીમી ધારે વરસાદ મંડાણો હતો.
રાજુલા તાલુકાના છતડીયા, કડીયાળી, હિંડોરાણા, વડના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં ખેતરોમાં તૈયાર પાકમાં પાણી ભરાતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ વરસાદથી ખેડૂતને ભારે નુકસાની વેઠવી પડશે. તો આ સાથે જ સુરત અને કામરેજના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને તેને કારણે ગરબા આયોજકો અને ખેલૈયોમાં ભારે ચિંતા છવાઈ ગઈ હતી.