દીકરીના શરીરમાં જીવડા પડ્યા અને ખૂબ પીડાથી દીકરીનું થયું મૃત્યુ છતાં પણ તેના માતા-પિતાના મુખ પર થોડુક પણ દુઃખ નહિ, માતાએ કહ્યું એવું કે.. જાણીને તમે હલબલી જશો…

ગુજરાતમાંથી એક લાલ બત્તીસમાન કિસ્સો સામે આવ્યો છે. અંધશ્રદ્ધામાં માણસો આટલી ક્રૂરતા સુધી પહોંચી જાય તે જાણીને તમે પણ નિરાશ થઈ જશો. હા આ કિસ્સો ગુજરાતમાં ગીર સોમનાથના તાલાલા તાલુકામાં આવેલ ધાવા ગીર ગામમાં સામે આવ્યો છે આ કિસ્સામાં અંધશ્રદ્ધામાં પિતા અને મોટા બાપુજીએ પોતાની 14 વર્ષની માસુમ દીકરીને અંધશ્રદ્ધાની આડમાં તેનો જીવ લીધો છે દીકરીને ખૂબ જ દર્દનાક મૃત્યુ પોતાના સગા બાપ અને બાપુજી દ્વારા આપવામાં આવ્યું છે.

આ કિસ્સામાં દીકરીના શરીર ઉપર જીવડાઓ પડી ગયા હોવા છતાં પણ પોતાના મા બાપ અને બાપુજીને આ માસુમ દિકરી ઉપર દયા આવી નહીં. આ 14 વર્ષની માસુમ દીકરીનું નામ ધે છે. ધેર્યા ને આવું ખૂબ જ દર્દનાક મૃત્યુ આપવા છતાં પણ પોતાના પરિવારને, તેના માતા પિતા અને બાપુજીને આ કૃત્ય કરવા ઉપર થોડો પણ પસ્તાવો થઈ રહ્યો નથી આ કિસ્સો માનવતાને એક મોટો દાગ લગાડે તેવો સાબિત થઈ રહ્યો છે.

આ માસુમ 14 વર્ષની દીકરીનું દર્દનાક મૃત્યુ બાદ તેની માતાનો એક શોકિંગ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં ધેર્યાંની માતા તેની દીકરીના મૃત્યુ ઉપર પોતાનું નિવેદન આપે છે આ નિવેદન સાંભળીને તમે હલબલી જશો. આ વીડિયોમાં દીકરીની માતા તેના વિશે બોલી રહી છે કે મને પૂરી શ્રદ્ધા છે મારા પતિ અને મારા પરિવાર ઉપર પછી આવો કોઈ સવાલ ઊભો થતો નથી.

આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે અત્યારે હાલ ઘોર કળિયુગ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આવી માસુમ 14 વર્ષની નાની દીકરીનું અંધશ્રદ્ધાની આડમાં દર્દનાક મોત આપ્યું છે તો પણ તેના માતા પિતા અને તેના બાપુજીના મોઢા પર પસ્તાવાના જરાક પણ નિશાન દેખાઈ રહ્યા નથી દીકરીની માતાતો એવું પણ નિવેદન આપી રહી છે કે જે થયું એ બરાબર થયું મને મારા પતિ ઉપર પૂરો વિશ્વાસ છે તો આ સાથે જ તેણે એવું પણ કહ્યું કે આ બધી કરતુત કરવા માટે મેં મારા પતિને મંજૂરી આપી હતી.

આ નિવેદનથી હાલ આજુબાજુના વિસ્તારમાં ભારે આક્રોશ છવાયેલો છે તેની માતાના આ વીડિયોમાં એવું પણ બોલી રહી છે કે અમારી દુનિયામાં હવે કોઈ નથી એક દીકરી હતી જે મારા પતિને ખૂબ જ વાહલી હતું છતાં પણ મેં મારા પતિને આવી ખરાબ કરતુત જ કરવા માટે મંજૂરી આપી હતી આ દર્દનાક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ દીકરીને ન્યાય અપાવવા માટે પણ આગળ આવી રહ્યા છે. તમે પણ આ લેખને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરો. શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *