સ્વેટર અને હાથ-પગના મોજા કાઢી લેજો, રાજ્યના આ વિસ્તારોમાં પડશે કાતિલ ઠંડી, તાપમાન 5 ડિગ્રી કરતાં નીચું જશે અંબાલાલ પટેલે આપી મોટી અગાહી…
હાલ રાજ્યમાં શિયાળાની શરૂઆત ધીમે પગે થઈ રહી છે. લોકો હાલ ગુલાબી ઠંડીનો આનંદ માણી રહ્યા છે. વહેલી સવારે ખેતરે જતા ખેડૂતો તેમજ કામ-ધંધે જતા લોકો ગુલાબી ઠંડીનો અહેસાસ ખૂબ સારી રીતે અનુભવી રહ્યા છે. વધુમાં આ ગુલાબી ઠંડીનો અહેસાસ રાત્રિના મધ્ય ભાગથી શરૂ થઈ જાય છે. દેશના ઉપરી વિસ્તારો જેવા કે જમ્મુ-કાશ્મીર અને ઉતરાખંડની બરફની પર્વતીય હારમાળાઓમાં હિમવર્ષા થઈ છે.
જેને કારણે ત્યાં સમગ્ર વિસ્તારમાં બરફની ચાદર ફેલાઈ ગઈ છે આ બરફની ચાદરને કારણે ઉત્તરિય પવનો શરૂ થતાં સમગ્ર દેશમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળે છે. અને તેની સાથે શિયાળાની શરૂઆત થાય છે અને આ પવનો કડકડતી ઠંડીનો અહેસાસ કરાવે છે. આ વર્ષે હવામાન નિષ્ણાત અંબલાલ પટેલે શિયાળાના આગમનને લઈને અને આ વર્ષે શિયાળો કેવો રહેશે તેના માટે મોટી આગાહી કરી છે.
આ વર્ષે શિયાળામાં અમુક વિસ્તારોમાં ખૂબ જ કડકડતી ઠંડી પડી શકે તેમ છે અને આ વિસ્તારોમાં તાપમાન લગભગ 5 ડિગ્રી કરતા પણ નીચું જઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. નવેમ્બર મહિનામાં ઠંડી સામાન્ય રહેશે પરંતુ ડિસેમ્બર મહિનામાં 9,10 તારીખે સખત ઠંડી પડી શકે છે એવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. તેમજ નવેમ્બર મહિનામાં અમુક પ્રકારના ચક્રવાતો સક્રીય થશે જે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સખત ઠંડીનું મોજુ લઇને આવશે.
આ વર્ષે હવામાનમાં મોટા પાયે ઉથલ પાથલ હોવાના કારણે દેશના તેમજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વિશિષ્ટ હવામાનની પરિસ્થિતિને કારણે દરિયાકાંઠાના વિસ્તારો પર ચક્રવાતોની સાથે ભારે પવન ફૂંકાય શકે છે. ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં તારીખ 2 અને 5 ની વચ્ચે પશ્ચિમ દિશામાં વિક્ષેપ ઉત્પન્ન થવાને કારણે તેમજ અરબ સાગરમાં ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે વાતાવરણમાં મોટાપાયે પલટો આવીને છુટાછવાયા ઝાપટા પડે તેવી સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ડિસેમ્બર 8 થી 10 ની વચ્ચે ખૂબ જ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળશે. અને આ વિસ્તારોમાં તાપમાન લગભગ 5 ડિગ્રી કરતાં પણ નીચે જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં જાન્યુઆરી 2023માં ઉતરાયણ પર્વ પર ખુબજ કડકડતી ઠંડી પડશે.