માસુમ દિકરી ધેર્યાંએ નાનપણમાં કહેલા શબ્દોને યાદ કરી હેવાન પિતા ભાવેશ અકબરી જેલમાં થયો ભાવુક,જાણો શું બનવા માંગતી હતી દીકરી…
થોડા દિવસ પહેલા ગુજરાતમાંથી એક ખૂબ જ દર્દનાથ ભયંકર હત્યાની ઘટના સામે આવી હતી. ગીર સોમનાથના તાલાલા તાલુકાના ધાવા ગામમાં 14 વર્ષની માસુમ દિકરી પર ભૂત વળગાડની અંધશ્રદ્ધામાં તાંત્રિક વિધિઓના નામે આ બાળકી ઉપર સતત સાત દિવસ તાંત્રિક વિધિઓ કરીને આ માસુમ દીકરીને સાત દિવસ સુધી ભૂખી રાખી લાકડી અને વાયર વડે માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતું.
પિતા અને બાળકીના બાપુજી દ્વારા સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં પોલીસ કાર્યવાહી હાથ ધરતા દીકરીના પિતા અને તેના બાપુજી એટલે કે ભાવેશ અકબરીના ભાઈને હાલ જેલના સળિયાઓની પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. જેલમાં ભાવેશ અકબરીને પોતાના કરેલા આવા ખરાબ કૃત્ય નો હવે પસ્તાવો થઈ રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
મીડિયા અહેવાલ મુજબ જેલમાં તેણે જણાવ્યું છે કે મારી દીકરી ધેર્યાં નાની હતી ત્યારે માસુમતાથી મને કહેતી હતી પપ્પા હું મોટી થઈને ડોક્ટર બનીશ અને તમારું, મમ્મીનું અને આખા પરિવારનું નામ રોશન કરીશ. આપણા પરિવારમાં કોઈને દવા લેવા બહાર જવું પડશે નહીં. તેની આ કાલી ઘેલી ભાષામાં બોલાયેલા શબ્દો મને આજે ખૂબ જ યાદ આવી રહ્યા છે. મારી દીકરી હંમેશા મને ઘેર આવતા જોઈને મને ભેટી પડતી હતી.
પાણીનો ગ્લાસ લઈને દોડી આવતી કહેતી પપ્પા તમે મારા હાથે જ પાણી પીવો. પરંતુ અચાનક કંઈક એવું થઈ ગયું હતું કે મારી દીકરી નું વર્તન સાવ બદલાઈ ગયો હતો જેને કારણે અમને એવું લાગ્યું હતું કે એનામાં કોઈ ભૂત વળગાડ અને પ્રેત છે આ વહેમ ના કારણે મે મારી દીકરી ને ગુમાવે છે આજે મને મારી દીકરી ખૂબ જ યાદ આવી રહી છે અને મને ખૂબ જ દુઃખ છે મારા કરેલા કરતૂત પર.
ભાવેશ અકબરી પોતાની દીકરીને કરુણ મોતને ઘાટ ઉતારવા બદલ ખુબ જ દુઃખ વ્યક્ત કર્યું છે પરંતુ હવે દીકરી ફરી પાછી આવશે તો નહીં. આ કરુણ ઘટનાએ હાલ સમગ્ર ગુજરાતને ભયભીત કરી દીધા છે. 14 વર્ષની નાની બાળકીને પોતાના પિતાએ જ સતત સાત દિવસ સુધી તાંત્રિક વિધિઓ કરીને ભૂખી તરસી રાખી અને ત્યારબાદ તેના મોત બાદ પણ તેના શવને ચાર દિવસ સુધી ખેતરમાં ગોંધી રાખ્યો હતો દીકરીનું શરીર સાવ સડવા લાગ્યું હતું ત્યારે રાત્રિના સમયે તેણે અંતિમ સંસ્કાર કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.