હાથિયા નક્ષત્રમાં આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે કમોસમી ભારે વરસાદની વંથલીના રમણીકભાઈ વામજાની મોટી આગાહી….
ચોમાસાના ચાર મહિના હવે પૂર્ણ થયા છે અને હાલ ચોમાસાનું છેલ્લું નક્ષત્ર હાથિયો બેસી ગયો છે સૂર્યનો હાથીયા નક્ષત્રમાં પ્રવેશ શરૂ થયો છે ત્યારે તેનું વાહન શિયાળનું છે. આ નક્ષત્રમાં હવે વરસતો વરસાદ હવે કમોસમી વરસાદ તરીકે ઓળખાય છે. કારણકે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલ ચોમાસાનો પાક પાકવાની ફૂલ તૈયારી ઉપર છે આ સમયે વરસાદ થાય તો ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે.
વર્ષા વિજ્ઞાનના મોટા જાણકારી એવા રમણીકભાઈ વામજા દ્વારા મોટા વાવાઝોડા સાથે કમોસમી ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં નવરાત્રીની રમઝટ પૂરજોશમાં ચાલી રહી છે. નવરાત્રીના દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની આગાહીની જાહેરાત થતાં ખેલૈયાઓમાં ભારે ચિંતાનો માહોલ છવાયેલો છે. હાથિયા નક્ષત્રમાં મોટા ફેરફારો જોવા મળશે. જેના કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે.
ખગોળવિદ્યાના મોટા જાણકારી એવા રમણીકભાઈ વામજા દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે તો તેની સાથે મોટા વાવાઝોડાને લઈને પણ આગોતરા એંધાણ જાહેર કર્યા છે. ઓક્ટોબર મહિનાના બીજા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં એક મોટું ચક્રવાત ઉત્પન્ન થવાની સંભાવના છે જેના કારણે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવે તેવું મોટું વાવાઝોડું ઉત્પન્ન થઈ શકે તેમ છે.
નક્ષત્ર બદલાતા પવનની ગતિમાં બદલાવ આવ્યો છે જેને કારણે બે ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ સક્રિય થશે તો આ સાથે જ ભારે પવન પણ ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી ભારે વરસાદ વરસી શકે છે. આ આગાહીની સાથે સાથે હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ સક્રિય થશે.