રેઇનકોટ અને છત્રી પાછા કાઢી લેજો, આ વિસ્તારોમાં ભારે વરસાદના નવા રાઉન્ડની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી..
રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે વાતાવરણમાં અચાનક બદલાવ હતા વરસાદી વાતાવરણ ઉત્પન્ન થયો છે જેમાં કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં તોફાની ભારે વરસાદને લઈને મોટી આગાહીની જાહેરાત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલના કહેવા અનુસાર રાજ્ય પર નોરુ વાવાઝોડાનું સંકટ આવી રહ્યું છે જેને કારણે ચોમાસાની વિદાયમાં થોડો વિલંબ થઈ શકે તેમ છે. ઉત્પન્ન થયેલા સાયક્લોનિક સિસ્ટમને કારણે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો રહેશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહીને કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છવાયેલો છે કારણ કે વરસાદને કારણે હાલ ડાંગર ,કેળા, મગફળી, મકાઈ,બાજરી સહિતના તૈયાર પાકોને ભારે નુકસાની થઈ શકે તેમ છે. તો આ ગાયની સાથે હવે ભાગ દ્વારા પણ આગામી ચાર દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદને લઈને આ મોટી આગાહીની જાહેરાત કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા સક્રિય સાયકલોની સિસ્ટમના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દીવ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના લીધે દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસી શકે છે.
આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. આ કમોસમી ભારે વરસાદની આગાહીને લીધે ખેડૂતોમાં હાલ ભારે નિરાશા જોવા મળી રહી છે. આ વર્ષે ચોમાસામાં લગભગ 110 ટકા જેટલો સરેરાશ વાર્ષિક વરસાદ નોંધવામાં આવ્યો છે પરંતુ તૈયાર પાકના સમયે વરસાદ આવવો ભારે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે.