14 વર્ષની નાની ફૂલ જેવી માસુમ દિકરીને અંધશ્રદ્ધાની લાલસામાં બનાવી શિકાર, આ હચમચાવી દેતી ઘટના વિશે મણીધર બાપુએ આપ્યું મોટું નિવેદન કહ્યું કે…
રાજ્યમાંથી હાલ એક 14 વર્ષની નાની ફુલ જેવી દીકરીને અંધશ્રદ્ધાની આડમાં ખૂબ જ દર્દનાક મોત આપવાની ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને ગુજરાતમાં હાલ લોકો ભયભીત થઈ ગયા છે. આ ઘટના સૌરાષ્ટ્રમાંથી સામે આવી છે ગીર સોમનાથના તાલાલા ગામમાં એક પિતા અને તેના બાપુજીએ પોતાની 14 વર્ષની પુત્રીને ખૂબ જ દુઃખ દર્દ આપીને મોતને ઘાટ ઉતારી છે.
આજના ટેકનોલોજી વાળા જમાનામાં પણ અમુક લોકો અંધશ્રદ્ધા અને કેટલાક અંધવિશ્વાસ ઉપર વધારે વિશ્વાસ કરતા હોય છે. આ 14 વર્ષની નાની ફુલ જેવી દીકરીનો ભોગ આ અંધશ્રદ્ધાએ લીધો છે. આ દીકરીના પિતા અને તેના મોટા બાપુજીએ સતત 4 દિવસ માસુમ દીકરી પર કેટલીક તાંત્રિક વિધિઓ કરી હતી અને છેવટે આ માસુમ દીકરીની બલિ ચડાવીને તેનું ખૂબ જ દર્દના હચમચાવી મૂકે તેવું મોત આપ્યું હતું.
આ સમગ્ર ઘટના સામે આવતા અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસને લઈને મણીધર બાપુએ મોટું નિવેદન જાહેર કર્યું છે તેમણે આ ઘટના વિશે જણાવતા કહે છે કે આ તો સોરઠની ધરતી છે સંત સુરાની ધરતી છે જ્યાં મોગલ માં બેઠી હોય અને આ રાક્ષસના પેટના આવું કરતા હોય માં મોગલ તેને ક્યારેય સુખ-શાંતિ લેવા દેશે નહીં. તેઓ એમ પણ કહે છે કે આવી ઘટનાઓથી મને ખૂબ જ દુઃખ થયું છે કેમકે આ નાની માસુમ દીકરીની વેદના હું જોઈ શકતો નથી.
વધુમાં મા મોગલ ના ભક્તોએ અને પોલીસે બાપુને નિવેદન આપ્યું છે કે તમે આવા કોઈ અંધશ્રદ્ધાના ધતિંગ કરનારાઓને જોવો તો છોડતા નહીં તને કડકમાં કડક સજા આપી ને ન્યાય કરવા જો. આ સમગ્ર ઘટનાને લઈને મણીધર બાપુએ ખૂબ જ મોટો આક્રોશ વ્યક્ત કર્યો છે. આવા હેવાન પિતા અને બાપુજીને મા મોગલ ક્યારેય માફી આપશે નહીં. ઉપરથી જોનારો ઈશ્વર આ હત્યારા ને એવી ભયંકર સજા આપશે કે તેનું અનુમાન લગાવવું ખૂબ જ મુશ્કેલ છે. આને રાક્ષસ કહેવાય, નાની ફુલ સમાન દીકરીનો ભોગ લીધો છે.
વધુમાં તમને જણાવી દઈએ કે મણિધર બાપુએ આ સમગ્ર ઘટનાની તપાસ કરતા પીએસઆઇને પણ એક નિવેદન આપ્યું છે કે માં મોગલ નો આદેશ અને આશીર્વાદ છે કે આ રાક્ષસોને કડકમાં કડક સજા અપાવજો અને છોડતા નહીં, કારણ કે માં મોગલ માં ને પણ કાનૂન અને ન્યાય ખૂબ જ પસંદ છે આવી અંધશ્રદ્ધાને અંધવિશ્વાસની સલાહ આપતા લોકોને પણ છોડવા જોઈએ નહીં જાહેરમાં ફાંસીએ લટકાવવા જોઈએ જેથી આવી ઘટનાઓ બીજીવાર ના બને. જય મોગલ, શેર કરો વધારે…