ગુજરાત નહિ દેશવિદેશમાં કમો જ કમો, કમા વિશે મણીધર બાપુએ કરી મોટી વાત જાણો શું કહ્યું….
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં મોટા લોક ડાયરાઓમાં જોવા મળતું એક પાત્ર એટલે કમો જે આજે ગુજરાત નહીં પણ સમગ્ર દેશ વિદેશમાં પ્રખ્યાત બની ચૂક્યો છે કમો સુરેન્દ્રનગરના કોઠારીયા ગામનો વતની છે જે બાળપણથી જ અમુક વિકલાંગતા કારણે આશ્રમમાં નિવાસ કરે છે. કમાની કિસ્મત પ્રખ્યાત કલાકાર કિર્તીદાન ગઢવીના હાથે ઝળહળી ઉઠી તેમણે એક કાર્યક્રમમાં કમાને ડાન્સ કરતો જોયો અને તેને દક્ષિણા રૂપે 2000 રૂપિયા આપ્યા હતાં.
સોશિયલ મીડિયાના તમામ માધ્યમો પર હાલ અનેક લોક ડાયરામાં કમાના ડાન્સ કરતા વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેને કારણે આજે સમગ્ર રાજ્ય સહિત દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત થયો છે. સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જે નાનામાં નાના વ્યક્તિને રાતોરાત ફેમસ કરી દે. જેનું જીવતું જાગતું ઉદાહરણ કામને હાલ આપણે જોઈ શકીએ તેમ છીએ. કમાને હાલ અનેક લોક ડાયરાઓ માથી આમંત્રણો આવતા હોય છે અને તે ખુશી ખુશી અને કાર્યક્રમોમાં હાજરી આપવા પહોંચી જાય છે.
કમો જ્યારે ડાયરાઓમાં હાજરી આપવા જાય છે ત્યારે તેના પર ડોલરોનો અને પૈસાનો વરસાદ થાય છે જેના અનેક વીડીયાઓ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે કમા અંગેની વાતમાં રાજભા ગઢવી જે એક મોટા કલાકાર છે તેમણે કહ્યું છે કે કમો ડાયરા માંથી મળતા તમામ રૂપિયાઓને ગાયોની ગૌશાળામાં દાન કરે છે. તો હાલ કમા વિશે કચ્છમાં આવેલ કબરાઉ ધામમાં આવેલા મોગલમાંના મંદિર છે ત્યાં મણીધર બાપુ માનવસેવા અને લોકોને પ્રેરણાદાયિક માર્ગદર્શન આપે છે.
મણીધર બાપુને એક પત્રકાર દ્વારા ઇન્ટરવમાં કમા વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમને કહ્યું છે કે હવે દેશ વિદેશમાં કમાનું માન વધ્યું છે તેઓ નરસિંહ મહેતાનું ઉદાહરણ લઈને કમા વિશેની એક અગત્યની વાત કરી હતી જેમ નરસિંહ મહેતાએ ભગવાન માટે 52 કામો કર્યા હતા. તો પણ તેમનો લોકોએ વિરોધ કર્યો હતો. નરસિંહ મહેતાએ ભગવાન માટે કરેલા 52 કામોમાં તેઓ એક કામમાં ગાંડા નાચ્યા પણ હતા.
ટૂંકમાં મણીધર બાપુની વાતનો શ્રેય એવો છે કે માનો કે તમારું નામ દેશ વિદેશમાં પ્રખ્યાત બન્યું છે તથા તમારા ડાયરાઓમાંથી કરોડો રૂપિયા આવે છે તે કોઈ જરૂરત મંદ બાપની દીકરીના કન્યાદાનમાં દાન કરો અથવા કોઈ જરૂરતમંદ વ્યક્તિને પૈસા આપવા જોઈએ કમા વિશે સારી વાત કરતા વધારે જણાવ્યું છે કે કમો ડાયરામાંથી આવતા તમામ રૂપિયાનું તે દાન કરે છે તેના ઉપર મા મોગલની કૃપા હંમેશા રહેશે.