90 વર્ષના દાદી અને તેમના દિવ્યાંગ છોકરા માટે ખજૂરભાઈએ કર્યું એવું મોટું કામ કે 35 વર્ષ બાદ દાદી તેમના દિવ્યાંગ છોકરા સાથે કરશે દીવાળી…

ખજૂર ભાઈ આજે માનવતા ને સાર્થક કરવા માટે તેનાથી બનતા પ્રયત્નો કરી રહ્યા છે. ખજૂર ભાઈ આજે લોકો માટે એક મસીહા રૂપ બની ગયા છે ગુજરાતના આજે તમામ લોકો ખજૂર ભાઈને એટલે કે તરુણ જાની ને ઓળખતા થયા છે તેમણે તેના કરિયરની શરૂઆત એક કોમેડી youtube ચેનલ થી શરૂ કરી હતી પરંતુ આજે ગુજરાતના ઘરે ઘરે તેઓ જાણીતા થયા છે ગુજરાતની અંદર તેમણે ઘણા બધા માનવ કલ્યાણ અને લોક સેવાના કાર્યો સાર્થક કર્યા છે અને જરૂરિયાત મંદ લોકોને ઘરથી માંડીને તમામ સામગ્રીઓ પહોંચાડી છે.

રાજ્યના ખૂણે ખૂણે ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક ગામોમાં જાનીયા કરેલા માનવ કલ્યાણના કામો તમે જોઈ શકો છો તેણે પોતાના કરિયરની શરૂઆત ભલે એક કોમેડી ચેનલ થી શરૂ કરી હોય પરંતુ તે આજે માનવ કલ્યાણમાં ખૂબ જ આગળ નીકળી ગયા છે ખજૂર ભાઈ એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હાલ એક વિડિયો શેર કર્યો છે તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે. તેઓ અવારનવાર પોતાના માનવ કલ્યાણના કામોના વીડીયા પોતાના સોશિયલ મીડિયા પેજ પર અવારનવાર શેર કરતા હોય છે.

ખજૂર ભાઈ એ ઉર્ફ નિતીન જાને દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર હાલના એક ખૂબ જ દુઃખદ માનવ કલ્યાણના કામને લઈને એક વિડીયો શેર કર્યો છે આ વીડિયોમાં તેઓ એક જરૂરિયાત મંદ પરિવારને નવું ઘર બનાવી આપતા જોવા મળી રહ્યા છે આ વીડિયોના કેપ્શન વિભાગમાં નિતીન જાનીએ લખ્યું છે કે નવસારી જિલ્લાના વાસદ તાલુકાના ગોદાવારી ગામમાં જ્યાં 90 વર્ષના દાદી અને તેના 40 વર્ષનો દિવ્યાંગ પુત્ર રહે છે.

આ મોટી ઉંમરના દાદી અને પોતાના દિવ્યાંગ પુત્રની હાલત ખૂબ જ ખરાબ હતી. તેના પરિવારમાં બીજું કોઈ નહોતું ખજૂર ભાઈને આ વાતની જાણ થતા તેઓ તેની મુલાકાત લેવા જાય છે અને તેની દિવાળી નવા ઘરમાં થશે તેવું આશ્વાસન આપ્યું છે અને હાલ ખજૂર ભાઈ દ્વારા તેના ઘર બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે થોડા જ દિવસોમાં નવું ઘર ઊભું કરશે અને તેમાં આ 90 વર્ષના દાદી અને પોતાના 40 વર્ષના દિવ્યાંગ દીકરાનો ગ્રહ પ્રવેશ કરાવશે.

અને આ 90 વર્ષના વૃદ્ધ દાદી અને પોતાના 40 વર્ષના દીકરા માટે ખજૂર ભાઈ નવું ઘર બનાવી રહ્યા છે આ ઘર બને ત્યાં સુધી તેમને ટેન્ટમાં રહેવાની વિશેષ સુવિધા પૂરી પાડવા પાડવામાં આવી છે. અને નીતિનભાઈ જાની ખુદ 90 વર્ષના ઘરડા દાદી ને પોતાના હાથોથી ઊંચકીને નવા ટેન્ટ તરફ લઈ જાય છે અને ત્યાં રહેવા માટેની વિશે સુવિધા પૂરી પાડી રહ્યા છે તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેના આવા સારા કામો માટે આજે રાજ્યના તમામ લોકો તેના માટે આશીર્વાદ અને દુવાઓ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *