ખરેખર હવે દિવાળી બગાડશે વરસાદ, આગામી દિવસોમાં આ વિસ્તારમાં તોફાની પવન સાથે કમોસમી ભારે વરસાદ પડવાની હવામાન ખાતાની મોટી આગાહી…..

વરસાદે હવે તો હદ કરી છે ! આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ વરસાદનું ઋતુચક્ર ખૂબ જ અનિયમિત બનતું દેખાઈ રહ્યું છે. પૃથ્વીના વાતાવરણમાં વધતા જતા પ્રદૂષણને કારણે ઋતુચક્રમાં મોટાપાયે ફેરફારો જોવા મળી રહ્યા છે અને વૈશ્વિક તાપમાનમાં પણ ખૂબ જ વધારો નોંધાયો છે. ગ્લોબલ વોર્મિંગ અસરના કારણે વાતાવરણમાં ખુબજ મોટા પાયે પલટો જોવા મળી રહ્યો છે.

પૃથ્વી પર વધતા જતા ઉદ્યોગો, ઘરેલુ બળતણનો ઉપયોગ, વધુ વાહનોનો ઉપયોગ, એસી અને રેફ્રિજરેશનના વધુ પડતા ઉપયોગને કારણે વાતાવરણમાં અમુક પ્રકારના ગ્રીનહાઉસ વાયુઓ ઠલવાતા રહે છે. આ વાયુઓમાં મોટેભાગે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, ક્લોરોફ્લોરો કાર્બન, નાઇટ્રસ ઓક્સાઈડ વગેરે જેવા ઝેરી વાયુઓનો સમાવેશ થાય છે. આ ઝેરી વાયુઓ વાતાવરણમાં રહેલા ઓઝોનના સ્તરને નુકસાન કરે છે

અને સૂર્ય માંથી આવતા સીધા કિરણો પૃથ્વી પર પહોંચે છે જેના કારણે વાતાવરણના તાપમાનમાં ખૂબ જ વધારો થાય છે અને આ વધારો થવાના કારણે ઋતુચક્રમાં મોટાપાયે ફેરફારો જોવા મળી રહ્યા છે. ઋતુચક્રમાં ફેરફાર થવાને કારણે આ વર્ષે ચોમાસુ સમાપ્ત થઈ ગયું છે અને શિયાળો શરૂ થઈ ગયો છે તો પણ વરસાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો ત્રાહીમાન બન્યા છે.

હાલના સમયમાં મગફળી અને કપાસનો પાક સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે અને જો આવા સમયે વરસાદ આવે તો આ પાકને ગંભીર રીતે નુકસાન થઈ શકે છે. કપાસના રૂ ની ગુણવત્તામાં ઘટાડો થાય છે. આ નુકસાન થવાના કારણે ખેડૂતોને ખૂબ જ મોટા પાયે આર્થિક નુકસાન વેઠવું પડતું હોય છે. આ બધી પરિસ્થિતિઓની વચ્ચે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાના નિવેદન અનુસાર વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ છે અને વાતાવરણમાં થતાં કેટલાક ફેરફારોના કારણે પવનની દિશા માં પણ ફેરફાર જોવા મળ્યો છે જેના કારણે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી આપી છે. 15થી 20 ઓક્ટોમ્બર સુધી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે જેને કારણે હળવું હવાનું લો પ્રેશર ઉત્પન્ન થશે.આ લો પ્રેશર સક્રિય થતા ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તેની અસર વિશેષ પ્રમાણમાં જોવા મળશે.

હવામાન ખાતાની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જેવા કે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કડીમાં કમોસમી હળવાથી ભારે વરસાદી માવઠા થવાની આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. હાલમાં જ દિવાળીના તહેવારને હવે માત્ર ગણી શકાય તેટલા જ દિવસો બાકી રહ્યા છે જો તહેવાર ઉપર વરસાદી માવઠા થાય તો લોકોની દિવાળી બગડશે. કમોસમી વરસાદને લીધે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ છવાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *