તાલાલાના ધાવા ગીર ગામની માસુમ બાળકી ધૈર્યાની હત્યામાં તેના ફઈબા અને દાદા પણ હતા શામેલ, જાણો ધૈર્યા સાથે શું કર્યું હતું આ બંનેએ…
રાજ્યમાં થોડા દિવસ પહેલા ખૂબ જ કરુણ અને પિતા પુત્રીના સંબંધને દાગ લગાવે તેવી ઘટના સામે આવી હતી. તાલાલાના ધાવા ગીર ગામે અંત શ્રદ્ધાની આડમાં 14 વર્ષની નાની માસુમ તેજસ્વી બાળકી ધૈર્યા ઉપર તાંત્રિક વિધિઓ દ્વારા ખૂબ જ ટોર્ચર કરીને ત્રાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી. જેમાં તેના પિતા ભાવેશ અકબરી અને તેના મોટા બાપજી દિલીપ અકબરીને આ હત્યાના આરોપમાં પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાને જાણ પોલીસને થતા પીએસઆઇ પીજે બાટવા એ આ સમગ્ર કેસની વિગતવાર તપાસ કરી હતી અને આ બંને આરોપી પિતા અને મોટા બાપુજીને 11 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ તપાસ અને વિગતવારની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં હાલ એક મોટો ખુલાસો સામે આવ્યો છે.
પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવતા ધૈર્યાની હત્યા કરીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. અને ત્યારબાદ તેની અંતિમ વિધિ કરીને જરૂરી પુરાવા નાશ કરવા અથવા અન્ય રીતે હત્યાના કેસમાં મદદગાર કરનાર આ માસુમ દિકરીના ફઈબા અને દાદા પણ આ સમગ્ર તાંત્રિક વિધિમાં સામેલ હતા. આ સમગ્ર મામલાનો મોટો ખુલાસો સામે આવ્યો છે. સતત સાત દિવસ સુધી આ બાળકી પર તાંત્રિક વિધિઓ કરવામાં આવી હતી.
ધૈર્યા હત્યા કેસમાં મદદગાર રૂપ, અંતિમ ક્રિયા વિધિ અને જરૂરી પુરાવાનો નાશ કરવામાં જેનીશભાઈ રવજીભાઈ ઠુંમરની પત્ની, ધૈર્યાના ફઈબા અર્ચનાબેન ઉર્ફ જ્યોતિ અને ધેર્યાના દાદા ગોપાલભાઈ જેરામભાઈ અકબરી સાથે હતા. આ સમગ્ર ખુલાસા બાદ આ ત્રણેયની પોલીસ દ્વારા વિગતવારની કાર્યવાહી માટે ધરપકડ કરવામાં આવી છે.
ધૈર્યા હત્યા કેસના મુખ્ય આરોપીઓ જેવા કે તેના પિતા અને બાપુજીને 25 ઓક્ટોબર સુધીમાં પોલીસ રિમાન્ડ માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વેરાવળ ના DYSP વીઆર ખેંગાર, તાલાલા વિસ્તારના PI એમ યુ માસી અને PSI પીજે બાટવા આ સમગ્ર કેસની વિગતવાર તપાસ કામગીરી ચલાવી રહ્યા છે. આ હત્યા કેસમાં તેના ફઈબા અને દાદાની સામેલગીરી બહાર આવતા સમગ્ર તાલાલા પંથકમાં ભારે ચકચાર ફેલાયેલી છે.