ધૈર્યા અંધશ્રદ્ધા હત્યાકાંડમાં ધૈર્યાના હેવાન પિતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન, આવ્યું કંઈક એવું બહાર કે જાણીને તમે પણ ચકચકિત થઈ જશો…

ગુજરાતમાં એક ખૂબ જ ક્રૂર ઘટના સામે આવી છે. આ ઘટના ગીર સોમનાથના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામના એક તાંત્રિક વિધિમાંના માનનારા એક અકબરી પરિવારની છે. અમુક તાંત્રિક વિધિ અને અંધશ્રદ્ધાના રવાડે ચડેલ સમગ્ર પરિવારે એક 14 વર્ષની નાની માસુમ બાળકીની બલી લીધી છે. આ પરિવારમાં સગા બાપ અને તેના બાપુજીએ આ માસુમ દિકરી ધૈર્યા ને અડધી રાતે તાંત્રિક વિધિઓ દ્વારા બળી ચડાવીને રાતોરાત અંતિમ સંસ્કાર કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

મીડિયા અહેવાલ મુજબ એવું જાણવા મળ્યું છે કે ભાવેશ અકબરી તેના પત્ની અને પુત્રી ધેર્યા સાથે સુરતમાં વસવાટ કરી રહ્યા હતા પરંતુ એક વર્ષ પહેલા આ હેવાન પિતા તેની પુત્રી અને પત્નીને ધાવા ગીર ગામમાં છોડી ગયો હતો. 14 વર્ષની આ નાની બાળકી નજીકના શૈક્ષણિક સ્કૂલમાં ધોરણ નવ માં અભ્યાસ કરતી હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં તંત્ર દોડતું થયું હતું જેના કારણે અનેક ખુલાસાઓ બહાર આવ્યા છે.

આ સમગ્ર ઘટનામાં એક ચોકાવનારૂ તથ્ય સામે આવ્યું છે. આ 14 વર્ષની નાની બાળકીના પિતા ભાવેશ અકબરીના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતા 2018 ની સાલમાં તેમણે પોતાની દીકરી સાથે એક ફોટો શેર કર્યો હતો અને તેમાં લખ્યું હતું કે મેરી બેટી મેરા અભિમાન. તે તેની દીકરાને ખૂબ જ ચાહતો હોવાનું જણાવ્યું છે પરંતુ અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિઓની આડમાં એક માસુમ બાળકીને તડપી તડપીને મોતને ઘાટ ઉતારી છે. હેવાન પિતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના કવર ફોટામાં પણ પોતાની દીકરીનો ફોટો રાખેલો હતો.

આજ ચૌદ વર્ષની બાળકીની અંદર ભૂત વળગાડની શંકા થતા તેના પિતા અને બાપુજી દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. સૌપ્રથમ તેને ભૂત વળગાટની જાણ છતાં તેના પિતા દ્વારા આ બાળકીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી અને પછી સતત ચાર દિવસ સુધી તેના મૃતદેહ પર ભાવેશ અકબરી દ્વારા કેટલીક તાંત્રિક વિધિ કરવામાં આવી હતી કે જેથી દીકરી જીવતી થઈ પરંતુ દીકરી જીવિત ન થતા મોડી રાત્રે દીકરીના અંતિમ સંસ્કાર કર્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

ચાર દિવસ થતાં બાળકીના શવ ઉપર જીવડા પણ પડી ગયા હતા શવ સાવ સડવા લાગ્યું હતું તો પણ હેવાન પિતા અને બાપુજી દ્વારા સમગ્ર અંધશ્રદ્ધા વાળી તાંત્રિક વિધિ શરૂ રાખવામાં આવી હતી. તેના પિતાને તેની દીકરીને આ રીતે મોતને ઘાટ ઉતારવા પોતાની માતાએ જ આદેશ કર્યો હતો એવું પણ નિવેદન હાલ સામે આવ્યું છે માતાને આ સમગ્ર પરવાનગી આપવા છતાં હાલ તેને કોઈ પસ્તાવો કે દુઃખ થઈ રહ્યું નથી. આ સમગ્ર ઘટના વિરુદ્ધ હાલ પોલીસ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને લોકો દ્વારા આરોપીઓને વધુમાં વધુ સજા થાય તેને લઈને પણ માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *