ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચોમાસાને લઈને કરી મોટી આગાહી, કેવો પડશે વરસાદ? કેવો પાક થશે? ખેડૂતને પરચો આપી કહી આ મોટી વાત…

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી થોડા દિવસો પહેલા ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ગુજરાતના મોટા મોટા શહેરોમાં તેમના દિવ્ય દરબાર યોજાયા હતા. આ દિવ્ય દરબારમાં લોકો દેશ-વિદેશથી પોતાની માનતાઓ લઈને આવતા હોય છે. ત્યારે આ દિવ્ય દરબાર દરમિયાન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક ખેડૂતને પરચો આપ્યો હતો અને આ વર્ષે ચોમાસું કેવું થશે તેને લઈને મોટી વાત કહી છે.

સુરતના લિંબાયા વિસ્તારમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજવામાં આવ્યો હતો. આ દિવ્ય દરબાર દરમ્યાન તેની સભામાં મોટી જનમેદની ઉમટી પડી હતી. આ દરબાર બાદ હવે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજ્યના બીજા શહેરોમાં પણ દરબાર યોજવાના હતા. આ દરબાર દરમિયાન તેમણે એક સભામાંથી ખેડૂતને પોતાના પ્રશ્નોને ઉકેલવા માટે બોલાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે નરેન્દ્ર શાસ્ત્રી કોઈપણ માણસને ઓળખી જતા હોય છે. પરંતુ આ વખતે કંઈક અલગ જ પ્રકારની તેમણે વાત કરી છે. ખેડૂત સાથેની વાત દરમિયાન તેમણે ખેડૂતને કહ્યું છે કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે? ક્યારે વાવણી થશે? અને કેવો વરસાદ પડશે? ધીરેન્દ્ર શાસ્ત્રીની વાત સાંભળીને ખેડૂત ખૂબ જ ખુશ થઈ ગયો હતો. શું આ વર્ષે બાબા નરેન્દ્ર શાસ્ત્રીની વાત સાચી પડશે કે નહીં?

તમને જણાવી દઈએ કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના દરબારમાંથી વિનુભાઈ નામના ખેડૂતને બોલાવ્યા હતા. ઘણા વર્ષોથી વિનુભાઈને ખેતીમાં કંઈ ઉત્પાદન થતું ન હતું. જેને કારણે વિનુભાઈ પોતાના પ્રશ્ન લઈને બાબાના દરબારમાં પહોંચ્યા હતા. ત્યારે બાબાએ તેમને આશીર્વાદ આપતા કહ્યું હતું કે આ વર્ષે ચોમાસુ સારામાં સારું થશે. અને તને મબલક પાક થશે. તારે થોડીક મહેનત વધારવાની જરૂર છે. કપાસનું વાવેતર કરજે.

બાબાએ ચોમાસાને લઈને કહ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સામાન્યથી મધ્યમ રહી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સારુ જોવા મળશે. હવામાન વિભાગે પણ આ વર્ષે રાજ્યમાં ચોમાસું માધ્યમથી સારું રહી શકે તેને લઈને આગાહી વ્યક્ત કરી હતી. ત્યારબાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ચોમાસાને લઈને ઘણી આગાહી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *