ફરી એકવાર દિવાલ પર લખવું હોય તો લખી લેજો, 11 તારીખ સુધીમાં આ વિસ્તારોમાં પવન સાથે તોફાની ભયંકર વરસાદ પડવાની હવામાન વિભાગની નવી મોટી આગાહી…
રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસા એ સત્તાવાર રીતે વિદાય જાહેર કરી છે પરંતુ હજુ પણ રાજ્યના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ ફરી સક્રિય થશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહીની જાહેરાત કરવામાં આવી છે. 11 તારીખ સુધી રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે અને આ દિવસોમાં વરસાદી સિસ્ટમ પણ ઉત્પન્ન થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 11 ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદી ઝાપટાથી લઈને ભારે વરસાદ નોંધઇ શકે છે તેને લઈને મોટી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા ૮ ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી ઉત્તર ગુજરાત કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે
જેમાં અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, છોટા ઉદેપુર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. ગઈકાલે એટલે કે દશેરાને દિવસે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમાં ભાવનગરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદી છાપરાઓ જોવા મળ્યા હતા. આ સાથે જ 8 તારીખમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા આપવામાં આવી છે જેમાં સુરત, નવસારી, ડાંગ, પંચમહાલ, વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, નર્મદા, તાપી, જુનાગઢ સહિતના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવે છે.
રાજ્યના વાતાવરણમાં થન્ડર સ્ટ્રોંગ એક્ટિવિટી ઉત્પન્ન થવાને કારણે ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 9 ઓક્ટોબરે મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર,ગીર સોમનાથ, નર્મદા, દાહોદ, પંચમહાલ, તાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તો દસ ઓક્ટોબરના રોજ દાદરા નગર હવેલી, દમણ, દીવ, પોરબંદર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની વરસાદ પડી શકે છે.
11 ઓક્ટોબર પછી રાજ્યમાંથી ચોમાસાની ગતિ વિધિમાં ઘટાડો જોવા મળશે કારણ કે આ થન્ડર સ્ટ્રોંગ એક્ટિવિટીની સક્રિય સિસ્ટમ રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત મધ્ય ભારત તરફ ખસી જશે. જેથી ગુજરાતનું વાતાવરણ ખુલ્લું છૂટું છવાયું વાદળા વાળું અને તડકા છાયા વાળું જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.