સુરતના હીરા ઉદ્યોગના મોટા કિંગ કહેવાતા ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના કારીગરોને આપ્યું અનોખું દિવાળી બોનસ અને આટલા વર્ષ મળશે મફત વીજળી…
ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે દિવાળી ઉપર હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ જોવા મળ્યો છે રત્ન કલાકારો એવી આશા કરી રહ્યા છે કે દિવાળીનું વેકેશન ખુલતાની સાથે જ હીરામાં ભારે તેજી જોવા મળે, તેવામાં હાલ લોકો દિવાળી કરવા પોતાના વતન તરફ જવા નીકળ્યા છે અનેક મોટા મોટા ખાતાઓમાં હાલ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તો આ સાથે જ સુરત હીરા ઉદ્યોગના કિંગ કહેવાતા ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા પોતાના કારીગરોને આ વર્ષે દિવાળી પર અનોખું ગિફ્ટ આપવામાં આવ્યું છે.
ગોવિંદભાઈ ધોળકિયા દર વર્ષે દિવાળી ઉપર કંઈક ને કંઈક નવી વસ્તુ પોતાના કારીગરોને ભેટ સ્વરૂપ આપતા હોય છે અને અનેક જરૂરિયાત મંદ પરિવારો માટે સેવાકીય અને સમાજના કેટલાક માનવ કલ્યાણના કાર્યોમાં હંમેશા આગળ રહેતા હોય છે. થોડા સમય પહેલા જ ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાનું વતન દુધાળા ગામના તમામ રહેવાસીઓને દિવાળીની એક અનોખી ભેટ આપી છે.
દિવાળી ઉપર ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા આપવામાં આવેલ અનોખી ગિફ્ટ ના કારણે હાલ તેઓ વધારે પ્રખ્યાત બન્યા છે તેમણે પોતાના 1000 કરતાં વધારે કર્મચારીઓને એવી અનોખી ગિફ્ટ આપી છે કે આ ગિફ્ટ જોઈને લોકો ખૂબ જ તેની વાહ વાહ કરી રહ્યા છે. આ વર્ષે ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા પોતાના કર્મચારીઓને આજીવન ચાલે એવી અમૂલ્ય ભેટ અર્પણ કરી છે. તેની કંપનીમાં કામ કરતા લોકો દર દિવાળીએ ગિફ્ટ ની રાહ જોઈને બેઠા હોય છે.
દિવાળીની નિમિત્તે એસઆરકે એક્સપોર્ટ કંપની દ્વારા પોતાના 1000 થી વધારે કારીગરોને રૂફટોપ સોલાર એનર્જી પેનલ ભેટ સ્વરૂપ અર્પણ કરવામાં આવી છે જેના કારણે ત્યાંના કર્મચારીઓ રાજીના રેડ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. તેની આ અનોખી ભેટને કારણે હાલ સમગ્ર ગુજરાતમાં તેની ભારે ચર્ચાઓ થઈ રહી છે. ગોવિંદભાઈ ધોળકિયા આ ગિફ્ટ વિતરણ સમારોહમાં પોતાનું નિવેદન આપતા જણાવે છે કે અમારી કંપની હંમેશા સમાજ અને પર્યાવરણ ને કંઈક પાછું આપવાનો પ્રયત્ન કરી રહી છે.
તો આ સાથે જ ગોવિંદભાઈ ધોળકિયા એ પોતાના વતન દુધાળા ગામમાં 300 થી વધારે સોનલ પેનલ લગાવીને સમગ્ર ગામને વીજળી બિલ થી મુક્તિ અપાવી છે તો આ સાથે જ 750 કરતા પણ વધારે શહીદ સૈનિકોના ઘરે પણ સોલાર પેનલ ફીટ કરાવવાની મોટી જાહેરાત કરી છે. મીડિયા અહેવાલ મુજબ તેની આ કંપનીના 1000 થી પણ વધારે કારીગરોને સોલાર સીસ્ટમ આપવાનું નક્કી કર્યું છે. તમામ કારીગરોના ઘરે સોલાર લગાવવાનું મોટું ઝુંબેશ ઉપાડ્યું છે તેને કારણે કાર્યકરોને 20 થી 25 વર્ષ સુધી અવિરત મફતમાં વીજળી મળી શકે છે.