કચ્છમાંથી વરસાદની વિદાય શરૂ પરંતુ આ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ મધ્યમથી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી..

ખેડૂતો માટે હાલ એક સારા સમાચાર હવામાન વિભાગ તરફથી સામે આવી રહ્યા છે કચ્છ માથી મેઘરાજાની વિદાય હાલ શરૂ થઈ ગઈ છે. પરંતુ તે સિવાય રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદ પડવાની આગાહીની પણ જાહેરાત કરી છે. તેની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સામાન્યથી છૂટો છવાયો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળશે આ સાથે જ હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલ ભારે વરસાદની કોઈ શક્યતા દેખાઈ રહી નથી.

તમને જણાવી દઈએ કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ તો કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે આ આગાહી ફક્ત ત્રણ દિવસ સુધી લાગુ રહશે ત્યારબાદ કોઈ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી તો આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયોથી મધ્યમ વરસાદ આગામી ત્રણ દિવસ વર્ષી શકે છે આગામી ત્રણ દિવસ પછી સૌરાષ્ટ્રમાં પણ વરસાદી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદની કોઈ સંભાવના નથી.

કચ્છમાંથી વરસાદની વિદાય શરૂ થઈ ગઈ છે પરંતુ હજુ સંપૂર્ણ રીતે વરસાદની વિદાય થવામાં થોડા દિવસો લાગી શકે છે. રાજ્યના તાપમાનમાં વધારો થવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરી છે તો આ સાથે જ રાજ્યનું સરેરાશ તાપમાન 34 ડિગ્રીની આસપાસ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે નવસારી, ડાંગ, સુરત, વલસાડ, દાદરા નગર હવેલી, વાપી, નર્મદા સહિતના વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે.

આજે સુરતના અનેક વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી હતી. અમદાવાદમાં વાદળ છાયા વાતાવરણની સાથે મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે તો આ સાથે સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં બે દિવસ વરસાદ પડી શકે છે. વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં અને નવરાત્રી ખેલૈયોમાં હાલ નિરાશાને લહેર જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *