કપાસના ભાવ રેકર્ડબ્રેક સર્વોચ્ચ સપાટીએ, ભાવ જાણીને પગ નીચેથી જમીન સરકી જશે, વેચતાં પહેલા જાણી લો આજના તમામ બજારના નવા લેટેસ્ટ ભાવ…

નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ કપાસના ભાવમાં ખૂબ જ તેજી જોવા મળી રહી છે. કપાસના ભાવમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળતા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વધતી મોંઘવારીમાં ખાતર અને બિયારણનો ભાવ આસમાને પહોંચ્યો છે. તેને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પણ કપાસનો સારો ભાવ મળવો ખૂબ જ જરૂરી છે. આ લેખમાં આપણે ગુજરાતના તમામ બજારમાં આજના કપાસના નવા વિશે વિગતવાર ચર્ચા કરવાના છીએ.

રાજકોટમાં આજે કપાસના ભાવમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે. કપાસના નીચા ભાવ 1580 અને ઊંચા ભાવ 1754 સુધી બોલવામાં આવ્યો છે. અમરેલીમાં આજના કપાસના નવા નીચા ભાવ રૂપિયા 1190 અને ઊંચા ભાવ 1738 રૂપિયા સુધી બોલવામાં આવ્યો છે. ઉપરાંત સાવરકુંડલામાં આજના કપાસના નવા ભાવ રૂપિયા 1650 થી 1760 રૂપિયા સુધી બોલવામાં આવ્યો છે.

જસદણમાં આજના કપાસના નવા નીચા ભાવ રૂપિયા 1650 અને ઊંચા કપાસના ભાવ 1760 રૂપિયા સુધી ચાલી રહ્યો છે. બોટાદમાં આજના નવા કપાસના ભાવ રૂપિયા 1500 થી 1790 સુધીના ખૂબ જ ઊંચા ભાવ બોલવામાં આવી રહ્યા છે. મહુવામાં નવા ભાવ રૂપિયા 1450 થી 1720 રૂપિયા સુધી લેવાલી કરવામાં આવી રહી છે. ગોંડલમાં આજના કપાસના નવા નીચા ભાવ 1610 થી ઉંચા કપાસના ભાવ 1740 સુધી ખરીદી કરવામાં આવી રહી છે.

કાલાવડમાં આજના ભાવ 1600 થી 1758 રૂપિયા, જામજોધપુરમાં કપાસના આજના નવા ભાવ રૂપિયા 1625 થી 1780 સુધી દલાલો દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે. ભાવનગરમાં આજના કપાસના નવા નીચા ભાવ 1550 થી ઉંચા કપાસના ભાવ 1760 રૂપિયા સુધી બોલવામાં આવી રહ્યો છે. વધુમાં બાબરામાં આજના કપાસના નવા ભાવ રૂપિયા 1660 થી 1780 રૂપિયા સુધી ચાલી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે જેતપુરમાં 1381 થી 1765, વાકાનેરમાં 1400 થી 1720, મોરબીમાં 1620 થી 1740, રાજુલામાં 1530 થી 1730, હળવદમાં 1400 થી 1730, વિસાવદરમાં 1620 થી 1780, ઉપલેટામાં 1600 થી 1770, માણાવદરમાં 1300 થી 1760, ધોરાજીમાં 1620 થી 1760 અને પાલીતાણામાં 1530 થી 1760 રૂપિયા સુધી આજનો કપાસનો નવો ભાવ બોલવામાં આવી રહ્યો છે. હજુ પણ આગામી સમયમાં કપાસમાં ભારે તેજીનો માહોલ જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *