ભાઈએ સ્ટીલના ટિફિનની અંદર સુતળી બોમ્બ મુક્યો, બહેન તેનો વિડીઓ બનાવી રહી હતી, પછી બોમ્બ ફૂટતાં બન્યું કંઈક એવું કે, લાડકવાઈ બહેનનું ભાઈની સામે તડપી તડપીને થયું મોત જાણો સમગ્ર ઘટના…
હાલ દિવાળીના પર્વ ઉપર એક કાળજુ કંપાવી નાખે તેવી કરુણ ઘટના સામે આવી રહી છે આ ઘટનામાં દિવાળીના દિવસે ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે દિવાળી ઉપર ભાઈની ફટાકડા ફોડવાની એવી બેદરકારીને કારણે તેની લાડકવાયી બહેનનો જીવ લીધો છે. ફટાકડા ફોડવાની આ મજા ખૂબ જ ભારે પડી છે. ફટાકડા ફોડવાનો એવો નુસખો અપનાવ્યો કે તેના દ્વારા આવી મોટી દુર્ઘટના ઘટી જશે તેવું વિચાર્યું પણ નહોતું.
દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડતી વખતે ખાસ પ્રકારની અમુક કેટલીક કાળજીઓ લેવી જોઈએ જો આ કાળજીઓ ન લેવામાં આવે તો તહેવાર માતમમાં ફેરવાઈ જતો હોય છે. કેટલાક લોકો ફટાકડા ફોડતી વખતે અલગ અલગ પ્રકારના મોજ મસ્તી લેવા માટે નુસખાઓ અપનાવતા હોય છે કેટલાક લોકો રોકેટને બોટલમાં નાખીને સળગાવતા હોય છે તો કેટલાક મોટા ફટાકડાઓ અમુક વાસણો ની અંદર ફોડતા હોય છે.
આ રીતે મોજ લેવાના કારણે કેટલીક દુર્ઘટનાઓ ઘટતી હોય છે. આવી જ એક ઘટના હાલ મધ્યપ્રદેશના મંદસૌરના ભાવગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કરજુ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી છે મીડિયા અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે બુધવારના રોજ આ ગ્રામ્ય વિસ્તારના ગોવર્ધનલાલ માળી નામના ખેડૂતને ત્યાં ઘરે ગોવર્ધન પૂજા રાખવામાં આવી હતી ત્યારે ફટાકડા ફોડતી વખતે એક દુર્ઘટના ઘટે હતી.
આ સમગ્ર ઘટનામાં એવું જાણવા મળ્યું છે કે 19 વર્ષની નાની દીકરી ટીના નાના ભાઈ સાથે આ પ્રસંગ ઉપર ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે ટીનાનો ભાઈ સુતળી બોમ્બ ફોડી રહ્યો હતો ત્યારે તેણે એક નુસખો અપનાવ્યો છે જેને કારણે તેની લાડકવાઇ દીધી નું કરુણ મોત નિપજ્યું હતું તેના નાના ભાઈએ સુતળી બોમ્બને ટિફિનના ડબ્બામાં સળગાવીને ફોડી રહ્યો હતો ત્યારે તેની દીદી આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી રહી હતી.
આ સમયે બોમ ફાડતા આ સ્ટીલના ટિફિન ના ડબ્બાના કટકે કટકા થઈને આ વિડીયો બનાવી રહેલ દીકરીના શરીરમાં ઘૂસી જતા આ દીકરીનું તડપી તડપીને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ કરુણ ઘટના ને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મસી ગયો હતો. ભાઈની ફટાકડા ફોડવાની આ બેદરકારીને કારણે પોતાની લાડકવાઈ બહેનનું કરુણ મોત થયું છે. બોમ્બ ફૂટતા ટિફિનના ડબ્બાના ધારદાર કટકાઓ ટીનાના પેટમાં ઘૂસી જતા ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
આ ગંભીર ઇજા થતા ટીના ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ હોસ્પિટલમાં તપાસ બાદ ડોક્ટરે આ દીકરીને મૃત જાહેર કરી હતી આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિગતવારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃત્યુ પામેલ આ દીકરી એક ખાનગી કોલેજમાં ફાર્મસી નો અભ્યાસ કરી રહી હતી અને તે પાર્ટ ટાઈમ બ્યુટી પાર્લરમાં કામ કરીને પોતાનું અને તેના ત્રણ ભાઈઓ બહેનોનું ગુજરાન ચલાવતી હતી.