વરસાદ ટાટા ગુડ બાય કહે તે પહેલા આ વિસ્તારોને મીની વાવાઝોડા સાથે તોફાની ભયંકર વરસાદથી ધમરોળશે હવામાન વિભાગની મોટી આગાહી….
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ ગત આગાહી મુજબ રાજ્યમાં સૌપ્રથમ કચ્છના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે. આ આગાહીના ભાગરૂપે કચ્છના વાયવ્ય ખૂણામાથી ગત સોમવારથી મેઘરાજાની વિદાય શરૂ થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગના કહેવાનુંસાર વર્ષ 2022 માં નૈઋત્યના ચોમાસાની વિદાય સૌપ્રથમ પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના ખૂણામાંથી શરૂ થઈ છે તેની સંપૂર્ણ માહિતી અહેવાલમાં આપવામાં આવી છે.
કચ્છમાં આ વર્ષે ચોમાસાના 86 દિવસમાં સરેરાશ અશરે 456 મીમીની જરૂરિયાતની સામે 845મીમી જેટલો ભારે વરસાદ નોંધવામાં આવ્યો છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ ફરી જામશે તેને લઈને મોટી સંભાવના જાહેર કરી છે. રાજ્યમાં નવરાત્રીના દિવસોમાં વરસાદના મોટા રાઉન્ડને લઈને હાલ મોટી આગાહી જાહેર કરી છે. તેના મુજબ તારીખ 24 થી 26 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાશે તો બીજી તરફ કચ્છના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ પ્રયાણ કરશે.
ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના નવરાત્રી ખેલૈયાઓ માટે તેમજ ખેડૂતો માટે આ એક ખરાબ સમાચાર ગણી શકાય. પહેલા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ નવરાત્રીના દિવસોમાં વરસાદનું જોર નહિવત રહેશે પરંતુ હાલ બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ વેસ્ટ સેન્ટ્રલ સક્રિય લો પ્રેશરના કારણે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામશે.
તમને જણાવી દઈએ કે હવામાન વિભાગના કહેવા અનુસાર આ વર્ષે નવરાત્રીના દિવસોમાં સામાન્યથી હળવો મધ્યમ વરસાદ પડી શકે છે જેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રનો સમાવેશ કરવામાં આવ્યો છે વધુમાં જો બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલ સક્રિય સિસ્ટમ મધ્યપ્રાંત તરફ ફંટાઈ જશે તો વરસાદના જોરમાં વધારો થઈ શકે છે તેની પણ પૂરેપૂરી માહિતી જાહેર કરી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી બે દિવસ મીની વાવાઝોડા સાથે તોફાની ભયંકર વરસાદ પડી શકે છે તેને લઈને સચોટ માહિતી આપી છે.
24 થી 26 સપ્ટેમ્બરની વચ્ચે અરવલ્લી, મહીસાગર, દાહોદ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, સુરત, ભરૂચ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની વરસાદ પડી શકે છે. વધુમાં ખેડૂતો માટે હાલ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ હાલ નર્મદા ડેમની સપાટી 138.62 મીટર એ પહોંચી છે નર્મદા નદીની ઉપરવાસમાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી હાલ 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.