ખેડૂતો માટે ખરાબ સમાચાર, રાજ્યના આ વિસ્તારોમાં કમોસમી ભારે વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી….
રાજ્યના તમામ વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી ગાત્રો ધ્રુજાવતી ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીની સાથે સાથે ભારે ઠંડા પવનો પણ વાય રહ્યા છે. આ કડકડતી ઠંડીમાંથી થોડીક રાહત મળશે તેવી હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેણે એમ પણ જણાવ્યું છે કે ગુજરાતના આ વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે.
મીડિયા સાથેની વાતચીતમાં હવામાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે આવતા દિવસોમાં ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે. ત્યારબાદ સરેરાશ તાપમાનમાં દિવસેને દિવસે વધારો નોંધાશે. 23 જાન્યુઆરીથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડા હુંફાળા પવનની શરૂઆત થશે. અને કમોસમી વરસાદથી શરૂઆત થશે.
વધુમાં તમને જણાવી દઈએ કે 24 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે બનાસકાંઠા, મહેસાણા, હારીજ, સમી, પાલનપુર, વિરમગામ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી નીચે જશે અને ઠંડીનો વધુ એક ચમકારો જોવા મળી શકે છે. ઠંડીના કારણે છેલ્લા ઘણા દિવસોથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું હોય તેવું લાગી રહ્યું છે.
પરંતુ આ કડકડતી ઠંડી માંથી હવે રાહત મળશે. જેને લઇને હવામાનની નિષ્ણાતે મોટી આબાહી કરી છે. મહત્તમ તાપમાન હવે વધી શકે છે. ઠંડીનું જોર આવતા દિવસોમાં ઘટી જશે. 23 થી 29 જાન્યુઆરી સુધીમાં મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાનું છે જેમાં ભારતના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં બરફ વર્ષા થશે, જેના કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, ગુજરાત જેવા રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા વધી શકે છે.
ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે આહવા, ડાંગ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ જેટલા વિસ્તારોમાં કમોસમી હળવુંથી ભારી માવઠું થઈ શકે છે. ખેડૂત મિત્રો માટે આ એક ખરાબ સમાચાર માની શકાય કારણ કે જેના કારણે કૃષિ પાકને મોટું નુકસાન થઈ શકે છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાય રહેલ ભેજવાળા પવનોને કારણે ગુજરાત સહિત અનેક ભાગોમાં વાતાવરણમાં મોટા પાયે પલટો આવી શકે તેમ છે.