પેપરલીક કાંડમાં રાત્રે અઢી વાગ્યે વડોદરાના આ ક્લાસીસમાંથી ATSની ટીમે 15 લોકોની કરી હતી ધરપકડ, સામે આવ્યા CCTV જુઓ…..
ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ઘણી મોટી મોટી પરીક્ષાઓના પેપર લીક થયા હોવાની ઘટનાઓ અવાર નવાર થતી હોય છે. તમને જણાવી દઈએ કે આજે ગુજરાત રાજ્યના કુલ 2995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી પરંતુ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પેપર લીક થતા પરીક્ષા મેનેજમેન્ટ દ્વારા પરીક્ષા રદ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પેપર લીક થવાને કારણે તાત્કાલિક પરીક્ષા રદ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ મામલે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જુનિયર ક્લાર્ક ની આ પરીક્ષા 29/1/2023 રવિવારના રોજ 11 થી 12 ના સમયમાં અલગ અલગ જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્રો પર યોજવાની હતી.
પરંતુ વહેલી સવારે જ પોલીસ તરફથી મળતી માહિતી મુજબ બાતમીના આધારે એક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરીને તેની પૂછપરછ કરતા તેની પાસેથી આ પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવી હતી. જેને કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાને તાત્કાલિક રદ કરવામાં આવી હતી. વધુમાં પંચાયત સેવા પસંદગી મંડલે જણાવ્યું છે કે તાત્કાલિક નવેસરથી આ પરીક્ષા યોજવામાં આવશે જેને લઈને તમામ માહિતીની હવે પછીથી ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે પરંતુ આ સમગ્ર પેપર કાંડ મામલે હાલ એક સીસીટીવી વિડીયો સામે આવ્યો છે.
જુનિયર ક્લાર્ક ની પરીક્ષામાં પેપર લીક કાંડ મામલે હાલ મોટા મોટા ખુલાસો થઈ રહ્યા છે. આંતરરાજ્ય ગંગ દ્વારા આ પેપર લીક કર્યું હોવાના સમાચાર સામે રહ્યા છે. કેટલાક આરોપીઓને ઝડપવામાં આવ્યા છે જે અલગ અલગ રાજ્યના હોવાનું પણ સામે આવ્યું છે. પેપર લીકમાં ATSને વડોદરા સ્ટેટવાઇસ ટેકનોલોજી કોચિંગ ક્લાસીસના સંચાલક ભાસ્કર ચૌધરીની પણ દખલગીરી સામે આવી છે. આ ક્લાસીસ ઉપર મોડી રાત્રે એટીએસની ટીમે ક્લાસીસ માંથી રાત્રે 15 લોકોની ધરપકડ કરી હતી. જેના સીસીટીવી ફોટેજ સામે આવ્યા છે. જુઓ વિડિયો…