રાજ્યના આ વિસ્તારોમાં હજુ પણ આવતા દિવસોમાં ભારે વરસાદી માવઠા થવાની અશોકભાઈ પટેલની 10 તારીખ સુધીની નવી નક્કોર આગાહી…
હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અશોકભાઈ પટેલ દ્વારા ઘણા સમય બાદ આગાહી કરવામાં આવી છે જેમાં વરસાદની વિદાયને લઈને અને અમુક વિસ્તારોમાં માવઠા થવાની શક્યતા આપવામાં આવી છે. હાલ નેઋત્યનું ચોમાસું કેટલાક વિસ્તારો જોવા કે ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના વિસ્તારો અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોની સાથે પશ્ચિમ મધ્યપ્રદેશ, ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાંથી વરસાદે વિદાય લીધી છે.
તો આ સાથે જ રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તર પ્રદેશ સહિતના વિસ્તારોમાંથી પણ નેઋત્યના ચોમાસા એ વિધિ ગત રીતે વિદાય જાહેર કરી છે. અશોકભાઈ પટેલના કહેવા અનુસાર અને નૃત્યના ચોમાસાની વિદાય રેખા 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નાઝિયાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3 N સુધી પસાર થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે તેમના અનુમાન અનુસાર મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીમાં અને તેના આસપાસના કેટલાક વિસ્તારોમાં હવાનું હળવું લો પ્રેશર ઉત્પન્ન થતા આગામી દિવસોમાં માવઠાને લઈને મોટી સંભાવના વ્યક્ત કરી છે. તો આ સાથે જ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વિદાય લીધું છે તે કઈ રીતે ખબર પડે છે તેને લઈને પણ વિગતવાર માહિતી જાહેર કરી છે જેમાં વરસાદની વિદાય એક સપ્ટેમ્બર પહેલા જોવા મળતી નથી.
બીજા કેટલાક પરિબળોને પણ ધ્યાને લેવામાં આવે છે જેમાં કે સળંગ પાંચ દિવસ વરસાદની ગેરહાજરી, ઘડિયાળના કાંટાની જેમ વિસ્તારોમાં પવન ફૂંકાવો અથવા તો પવનની ઊંધી ઘુમરી મારવી જેવા પરિબળોને ધ્યાને લેવામાં આવે છે. સેટેલાઈટના નિરીક્ષણમાં ભેજનું પ્રમાણ ઘટતું જોવા મળવું. અને દેશના વિવિધ ભાગોમાં ચોમાસાની વિદાય રેખાને વધારે પડતી ધ્યાને લેવામાં આવે છે.
અશોકભાઈ પટેલના અનુમાન અનુસાર સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની વિદાય થયેલ છે જેના કારણે આ વિસ્તારોમાં મુખ્યત્વે વાતાવરણ સૂકું તડકા છાયા વાળુ અને અમુક વિસ્તારોમાં એકલ દોલક માવઠા રૂપે છૂટા છવાયા ઝાપટા થવાની શક્યતા આપી છે તો આ સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસાએ હજુ પણ વિદાય લીધી નથી જેના કારણે આગામી દિવસોમાં છૂટો છવાયોથી હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે.