અંબાલાલ પટેલની આગાહી પડી સાચી નવરાત્રીના પહેલા જ દિવસે વરસાદે બોલાવી રમઝટ, હજી આ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ભુક્કા બોલાવશે વરસાદ જાણો શું કહ્યું કાકા એ…
સમગ્ર રાજ્યમાં નવરાત્રીનો શુભારંભ થયો છે તો તેની સાથે સાથે જ વરસાદ પણ ફુલ મસ્તીના મૂડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. નવરાત્રીની શરૂઆત થતાની સાથે જ અમદાવાદ વડોદરા અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ વરસાદની રમઝટ બોલાવી છે જેના કારણે હાલ ગરબા રસિકો અને ખેલૈયાઓમાં ભારે ચિંતાનો માહોલ છવાયેલો છે અનેક વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળ્યો છે જે ને કારણે ખેલૈયાઓમાં એક સવાલ ઉઠ્યો છે કે આજે નવરાત્રી થશે કે નહીં ?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ ગત આગાહી સાચી પડી છે તેની આગાહી મુજબ નવરાત્રીમાં વરસાદી માહોલ જામશે અને હજુ પણ આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદનો માહોલ ઉત્પન્ન થાય તેવા સક્રિય સિસ્ટમો હાલ ઉપરાઉપરી ઉત્પન્ન થઈ રહ્યા છે. વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ બપોર પછી હળવાનું હળવું દબાણ ઉત્પન્ન થતા અનેક વિસ્તારોમાં છુંટા છવાયા તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટાઓ જોવા મળ્યા છે.
સૌરાષ્ટ્રમાં ઉના પંથકમાં માત્ર દોઢ કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો હતો જેના કારણે તેના વિસ્તારમાં નવરાત્રીની તૈયારીઓમાં ભારે અડચણ ઊભી થઈ હતી જેને કારણે ખેલૈયાઓમાં સવાલો ઊઠ્યા કે આજે નવરાત્રી થશે કે નહીં પરંતુ ત્યારબાદ વાતાવરણ ખુલ્લું પડતા ગરબા રસિકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. પરંતુ હજુ પણ આગામી દિવસોમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટા એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.
તો આ સાથે જ અમરેલી, ખાંભા, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામતા એક વરસાદ તૂટી પડ્યો હતો અનેક વિસ્તારોમાં એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે તો આ સાથે જ આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ ફરી ઉભો થાય તેવી આગાહી હાલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અંબા કાકાના કહેવા અનુસાર 28 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદી માહોલ ઉત્પન્ન થશે. બંગાળની ખાડીમાં એક પશ્ચિમ સેન્ટ્રલ દિશામાં મોટી સક્રિય સિસ્ટમ ઉત્પન્ન થવા જઈ રહી છે જે આગામી દિવસોમાં ડિપ્રેશનમાં ફેરવાશે અને તેની સીધી અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે આગામી દિવસોમાં ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળશે તો વાતાવરણ વાદળછાયું અને ધુખ્ખડ ભર્યું રહેશે.