દિવાળી પછી માર્કેટ ખુલતા કપાસમાં ભારે તેજીનો માહોલ, ભાવ પહોંચ્યા આટલા હજારને પાર જાણો સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડના નવા ભાવ….
આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સાપેક્ષમાં 110 ટકા સરેરાશ વાર્ષિક વરસાદ નોંધવામાં આવ્યો છે જેને કારણે કપાસના ઉત્પાદન માં ભારે વધારો જોવા મળે શકે તેમ છે પરંતુ ચોમાસાના છેલ્લા દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠાને કારણે કપાસના પાકમાં ભારે નુકસાની ખેડૂતોને થઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો આ સાથે જ વૈશ્વિક બજારમાં કોટનની વધુ પડતી માંગ ના કારણે કપાસની ભારે તંગી ઊભી થઈ છે.
માર્કેટ યાર્ડના જાણકારો દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે કપાસના ઉત્પાદનમાં ઘટાડો થતાં અને વૈશ્વિક બજારમાં કપાસની વધુ પડતી ઉડતી માંગને કારણે કપાસના ભાવ આસમાનની સપાટીએ પહોંચશે તેવું અનુમાન હાલ તેઓ લગાવી રહ્યા છે. આજે આ લેખમાં અમે તમને આજના સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડના કપાસના ભાવ વિશે વિગતવાર વાત કરીશું.
રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો આજના કપાસના બજાર ભાવ રૂપિયા 1650 થી 1900 રૂપિયા સુધી બોલવામાં આવ્યા છે તો આ સાથે જ અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસના આજના બજાર ભાવ રૂપિયા 1500 થી 1890 સુધી બોલવામાં આવ્યા છે. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજના કપાસના ભાવ 1720 થી 1900 જેવા ઊંચા ભાવ બોલવામાં આવ્યા છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસના નવા ભાવ 1515 થી 1895 સુધી બોલાયા છે.
જસદણ માર્કેટયાર્ડમાં આજના બજાર ભાવ 1500 થી 1900 સુધી બોલવામાં આવ્યા છે તો આ સાથે જ બોટાદમાં કપાસના બજાર ભાવ રૂપિયા 1400 થી 1895 સુધી બોલવામાં આવ્યા છે મહુવા માર્કેટયાર્ડની વાત કરવામાં આવે તો ત્યાં કપાસના આજના નવા ભાવ 1100 થી 1900 રૂપિયા સુધી બોલાયા છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં આજના કપાસના નવા ભાવ રૂપિયા 1400 થી 1900 રૂપિયા પ્રતિ મણ બોલવામાં આવ્યા છે. જામનગર માર્કેટ યાર્ડની ભાવ લેવાલીની વાત કરવામાં આવે તો આજના કપાસના નવા ભાવ 1400 થી 1900 સુધીના ઊંચા ભાવ જામનગર માર્કેટ યાર્ડ માં બોલવામાં આવ્યા છે.
કપાસના નવા ભાવ વિશે બીજા વિગતવાર માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો બાબરામાં 1580 થી 1950 રૂપિયા, જેતપુરમાં 1336 થી 1900 રૂપિયા, રાજુલામાં 1400 થી 1866 રૂપિયા, હળવદમાં 1600 થી 1950 રૂપિયા, વિસાવદરમાં 1570 થી 1950 રૂપિયા, વાંકાનેરમાં 1600 થી 1900 રૂપિયા, મોરબીમાં 1701 થી 1867 રૂપિયા અને રાજુલામાં 1400 થી 1900 રૂપિયા જેટલા ઊંચા ભાવ બોલવામાં આવ્યા છે કપાસમાં ભારે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.