દિવાળી ઉપર ભયંકર ચક્રવાત “સી-વેવ” આવી રહ્યું છે, આ રાજ્યોને હવામાન વિભાગે આપ્યું હાઈ એલર્ટ, ગુજરાત ઉપર તેની કેવી થશે અસર ?
આ વર્ષનું પહેલું સૌથી મોટું ચક્રવાત “સી-વેવ” હાલ બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહ્યું છે. 22 ઓક્ટોબરના રોજ આ ચક્રવાત મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનની પરિસ્થિતિમાં ફેરવાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર સી વેવ ચક્રવાત ઉત્તર અંદમાન સમુદ્ર અને તેને આસપાસના વિસ્તારોમાં સક્રિય થઈ હોવાના સંકેત મળી રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાક પછી 23 અથવા 24 ઓક્ટોબરના રોજ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં આ ચક્રવાત મોટું વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓડિશા રાજ્યને રેડ એલર્ટ જાહેર કર્યું છે કારણ કે આ રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં આ મોટું ચક્રવાત ટકરાઈ શકે છે. દિવાળીના તહેવાર પહેલા સી વેવ નામના મોટા વાવાઝોડાનું સંકટ હાલ દેશમાં તોળાઈ રહ્યું છે. ઓડિશા રાજ્યની સરકારે ચક્રવાતની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં હાલ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વાવાઝોડાની મોટી અસરના કારણે હાલ સરકારી કર્મચારીઓને અને શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
તો આ સાથે જ તંત્ર દ્વારા 22 ઓક્ટોબર થી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને પણ આગાહી જાહેર કરવામાં આવી છે તો આ સાથે જ 22 ઓક્ટોબર પછી માછીમારોને દરિયો ન ખેડવા માટેની કડક સૂચના પણ જાહેર કરી દેવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેને લઈને પણ મોટી સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને પશ્ચિમ બંગાળ ઓડીસા ઓરિસ્સા બિહાર મધ્યપ્રદેશ વિશાખાપટ્ટનમ સહિતના રાજ્યનો હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આ સાથે જ ગુજરાત ઉપર ખાલી વાતાવરણમાં પલટો આવી શકે છે તો આ સાથે જ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી ભારે વરસાદ વરસી શકે છે તેના લઈને પણ વિગતવાર માહિતી જાહેર કરી છે. સૌથી વધારે આ ચક્રવાત ની સંભાવના ઓડિશા રાજ્યને થઈ શકે છે જેના કારણે હાલ એનડીઆરએફની ટીમો અને ફાયર બ્રિગેડની ટીમો સ્ટેન્ડ બાય પર કરવામાં આવી છે.
વધુમાં ઓડીસા સરકાર દ્વારા આ ચક્રવાત ના કેન્દ્ર બિંદુ ને ધ્યાનમાં લેતા કેટલાક વિસ્તારો જેવા કે કેન્દ્રપારા, જગતસિંહપુર, પુરી, બાલાસોર, ભદ્રક, ખુર્દા અને ગંજમ જિલ્લાઓ માટે હાઈ રેડ એલર્ટ આપ્યું છે. તો આ જિલ્લાઓમાં કલેકટર દ્વારા 22 ઓક્ટોબર પહેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કરવા માટેની પણ કડક સૂચના આપી દેવામાં આવી છે તો આ સાથે જ આગામી દિવસોમાં દરિયાકાંઠે હરવા ફરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.