ધોળા દિવસે તડકામાં અહીં આભ ફાટશે, વિદાઈ પહેલા આ જિલ્લાઓમાં ફરીએકવાર ધડબડાટી બોલાવે તેવા ભયંકર વરસાદની હવામાન વિભાગની મોટી આગાહી…
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ આપ્યો છે તો આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ હજુ બંધ થવાનું નામ લઇ રહ્યો નથી. રાજ મછલા 24 કલાકમાં 16 થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ ધરમપુરમાં એક સાથે બે પોઇન્ટ પાંચ ઇંચ જેટલો વધુ વરસાદ નોંધવામાં આવ્યો છે
તો આ સાથે જ સિવાયકપરાડા અને વલસાડ વિસ્તારોમાં 2 ઇંચ જેટલો વરસાદ, પારણીમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ તો ગણદેવીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ તો આ સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેવા કે જેસર અને તળાજામાં પોણા ઇંચ જેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે. તો આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને ફરી એકવાર મોટી સંભાવના આપી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા આગાહી કરતા જણાવે છે કે પશ્ચિમ બંગાળમાં હાલ એક લોપ્રેશર સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે જેને કારણે સમગ્ર ગુજરાત રિજનમાં વરસાદનું જોર આવતા દિવસોમાં વધી શકે છે. તો આ સાથે જ આ રાઉન્ડ પછી વરસાદ વિધિગત રીતે વિદાય લે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો આ સાથે જ નવરાત્રીના દિવસોમાં વરસાદ વિઘ્ન રૂપ સાબિત થઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના આપવામાં આવી છે તો આ સાથે જ દ્વારકા, પોરબંદર, પંચમહાલ, જુનાગઢ, કચ્છ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી જાહેર કરવામાં આવી છે. તો આ સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે.
આગાહીના મીડિયા અહેવાલ અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારો જેવા કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ની સંભાવના છે તો આ સાથે જ દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ, સુરતના સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધઈ શકે છે તો વધુમાં ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદના ઝાપટાઓ પડી શકે છે આ આગાહી હોવાના કારણે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની કડક સૂચના આપવામાં આવી છે.