રાજકોટમાં દિવાળીના દિવસે રોડ પર જાહેરમાં ઉડી છરી, એકની હત્યા, બેને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા,
રાજ્યમાંથી હાલ હત્યા અને મારામારીની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. આવી જ એક ઘટના દિવાળીના દિવસે રાજકોટમાં મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકની પાસે જાહેરમાં થઈ હતી શરૂ રોડ પર જ દિવાળીની રાતે ખૂની ખેલ ખેલાયો હતો. આ ખૂની ખેલમાં બે જૂથો અમને સામને અથડાયા હતા જેમાં એકને ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો તેમાંથી છ વ્યક્તિને નાની મોટી ઈજાઓ થઈ હતી જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
આ ખુની ખેલમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જે વ્યક્તિ જેને ગંભીર ઇજાઓ થયેલ છે તેની ઓળખ કરવામાં આવી છે તે મુજબ મહેશ પાંચા સરાવડા ઉમર 40 વર્ષ છે તેઓ મૂળ મોરબી રોડ સેટેલાઈટ ચોકના રહેવાસી છે તેઓ હાલ આજના સમયે મોરબી રોડ જકાતનાકા પાસે જય જવાન જય કિસાન મેન રોડ જમણા પાર્ક શેરી નંબર દસમાં વસવાટ કરતા હતા.
આ વિસ્તારમાં અંજાન બે શખ્સોએ આવીને આ વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કરતા માથા અને શરીરને કેટલાક ભાગોમાં ગંભીર ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર હુમલો જાહેરમાં થયો છે. શરૂ રોડ ઉપર ખુની ખેલ ખેલાયો છે. તો આ ખુની ખેલમાં બીજા બે વ્યક્તિને ગંભીર ઇજાઓ થતા તેને રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ બે વ્યક્તિઓને ઓળખ થતા એક વલ્લભ જસમત રૈયાણી ઉંમર 52 વર્ષ વિકાસ લખમણ ઉંમર 19 વર્ષ સુધમ મધુભાઈ ઉંમર 30 વર્ષ અર્જુન સુનિલ લાઠીગરા ઉમર 26 વર્ષ અને તેઓ સેટેલાઈટ ચોક મધુવન સ્કુલ પાસે વસવાટ કરી રહ્યા છે જેને ભારે ગંભીર ઇજાઓને કારણે હાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે
આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને વિગતવાર કાર્યવાહી વાત કરવામાં આવી હતી. તો આ સાથે જ મીડિયા અહેવાલ મુજબ એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે આ સમગ્ર બનાવને ભાગરૂપે મંત્રી અરવિંદ રૈયાણી પણ સિવિલ હોસ્પિટલ મુલાકાત લેવા પહોંચી ગયા હતા.