યુવતી બજારમાં રિલ્સ બનાવી રહી હતી ત્યાં અચાનક પાછળથી આવેલા શખ્સે કરી એવી હરકતો કે વિડીયો થયો વાયરલ જુઓ…
ટિકટોક પછી ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે. આજના યુવાન અને યુવતીઓ ઈન્સ્ટાગ્રામ પર વધારે એક્ટિવ જોવા મળે છે. અને અવનવા વિડીયો શેર કરતા હોય છે જેને કારણે અમુક વિડીયો વાયરલ થતા હોય છે જેને કારણે રાતોરાત અમુક યુવાનો આખી દુનિયામાં ફેમસ થઈ જતા હોય છે તેઓ જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
આજના યુવાનો ટુરીઝમ પ્લેસ હોય કે પબ્લિક પ્લેસ હોય ગમે ત્યાં ડાન્સ કરીને વિડીયો વાયરલ કરીને પોતાને દેશ દુનિયામાં ફેમસ કરવા ઈચ્છતા હોય છે. એક મહિલા સુસ્મિતા સેનના લોકપ્રિય ગીત દિલબર દિલબર પર ભર બજારમાં ડાન્સ કરતી જોવા મળે છે આ વિડીયો વાયરલ થવાનું મુખ્ય કારણ તે યુવતીનો મજેદાર ડાન્સની પરંતુ તેની પાછળ એક શખ્સ અચાનક આવીને અમુક એવી હરકતો કરવા લાગે છે જેના કારણે આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે એક યુવાન યુવતી ભરબજારમાં રિલ્સ બનાવવા ડાન્સ કરતી જોવા મળે છે પરંતુ તેની પાછળ ઓન સ્ક્રીનમાં એક શખ્સ આવીને યુવતી સાથે ડાન્સના એવા ઠુમકા લગાવી રહ્યો છે કે બજારમાં તમામ લોકોની નજર તેના પર ટકી ગઈ હતી. બજારની વચ્ચોવચ આ યુવક દિલબર દિલબર ગીતની સાથે સાથે એવો મજેદાર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે કે ચારે બાજુ મનોરંજન થઈ ગયું હતું.
આ યુવક પેલી યુવતીના ડાન્સની કોપી કરવા જાય છે ત્યારે તેનાથી અલગ ડાન્સના સ્ટેપ કરતો જોવા મળે છે જેના કારણે આ વિડીયો હાલ ઇન્ટરનેટ પર લાખો લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે. વાયરલ થઈ રહેલ આ વિડીયો લગભગ ત્રણ લાખથી વધારે લોકોએ જોયો છે અને આ વીડિયોમાં ખૂબ જ વધારે પડતી પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે. જુઓ વાયરલ વિડીયો..
વાયરલ થઈ રહેલા આ મજેદાર વિડિયો @Chilled_Yogi નામના ટ્વીટર એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેના કેપ્શન માં એવું લખવામાં આવ્યું છે કે આજકાલ લોકો રસ્તાના કિનારે કંપની મેળવે છે તે સારું છે. આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે ડાન્સ કરી રહેલ યુવક ના સ્ટેપ જોઈને તમામ લોકો પોતાને હસવાથી રોકી શક્યા ન હતા અને આ વીડિયોના કમેન્ટ બોક્સમાં એક વ્યક્તિ દ્વારા એવી પણ કમેન્ટ લખવામાં આવી હતી કે ‘છોકરીની પાછળ ડાન્સ કરનાર વ્યક્તિ વધુ સારી રીતે ડાન્સ કરી રહ્યો છે.’