વિરાટ કોહલી એરપોર્ટ પર અનુષ્કા સાથે થયો રોમેન્ટિક જુઓ વિડિયો, વિરાટે ટી-શર્ટ પર લખ્યું એવું કે..
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એવા વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની જોડી ક્રિકેટ જગત અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રિય જોડી માનવામાં આવે છે. વિરાટ અને અનુષ્કાને એકબીજા સાથે જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સુક હોય છે. જ્યારે પણ વિરાટ અને અનુષ્કા સાથે જોવા મળે ત્યારે મોટી સંખ્યામાં ચાહકો તેમને જોવા માટે ઉમટી પડતા હોય છે આ દરમિયાન ફરી એકવાર વિરાટ અને અનુષ્કા એરપોર્ટ ઉપર સ્પોટ થયા છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા થોડા સમય પહેલા મુંબઈ એરપોર્ટ ઉપર સ્પોટ થયા હતા. આ દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. બંનેના લૂકની જો વાત કરવામાં આવે તો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ બંનેએ ક્રીમ કલરની હુડી પહેરી હતી. પરંતુ નોંધવા જેવી બાબત એ પણ હતી કે વિરાટ અને અનુષ્કા સાથે તેમની પુત્રી વામીકા ક્યાંય પણ નજરે પડી હતી નહીં.
મુંબઈના એરપોર્ટ પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંને રોમેન્ટિક મૂડમાં દેખાયા હતા તો આ સાથે જ વધુ એક વસ્તુના કારણે તમામ ચાહકોની નજર તેના તરફ ખેંચાય આવી હતી જે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વસ્તુમાં વિરાટ કોહલીએ જે હૂડી પહેરી હતી તેના પર એક ઇંગલિશ માં આલ્ફાબેટ અક્ષર A લખેલો હતો અને આ લખેલ અક્ષર A પર લાલ રંગનું હાર્ટ બનાવેલું હતું જેથી સ્પષ્ટ પણે સમજી શકાય છે કે આ આલ્ફાબેટ્સ A અનુષ્કાના નામનો પહેલો અક્ષર છે. અહીં જુઓ વિડિયો
વધુમાં વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે વિરાટ અને અનુષ્કા બંને એક પછી એક પોતાની કારમાંથી બહાર નીકળી રહ્યા છે અને ત્યારબાદ વિરાટ અને અનુષ્કાએ મીડિયા સામે કેટલાક રોમેન્ટિક પોઝ આપ્યા હતા અને ત્યારબાદ એકબીજાનો હાથ પકડીને આગળ વધવા લાગ્યા હતા. ચાહકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હતો અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે વિરાટ અને અનુષ્કા સોશિયલ મીડિયા પર ખૂબ જ વધારે એક્ટિવ રહેતા હોય છે.