વિરાટ-અનુષ્કાએ વડોદરાના આ મહારાજાનું ઘર ભાડે લીધું, એક મહિનાનું ભાડું સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે….
ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એવા વિરાટ કોહલી અને બોલીવુડ સુપરહિટ અભિનેત્રી અનુષ્કા શર્મા ભારતના મોટા પાવરફુલ અને ધનવાન કપલોમાં તેનો સમાવેશ થાય છે. ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ભારતના અનેક સ્થળોએ ફરતા જોવા મળ્યા છે. વિરાટ કોહલી ને t20 વર્લ્ડ કપ બાદ આરામ આપવામાં આવ્યો છે હાલ ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયા ટી 20 અને વનડે સિરીઝ રમી રહી છે. વિરાટ અને અનુષ્કાની પ્રોફેશનલ લાઇફની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફ પણ ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે.
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા વિરાટ કોહલીએ કિશોર કુમારનો એક ભવ્ય બંગલો ભાડા પર લઈને તેમાં એક મોટું રેસ્ટોરન્ટ તૈયાર કર્યું હતું. ત્યારબાદ હવે ફરી એકવાર વિરાટ અને અનુષ્કાએ વડોદરાના એક મહારાજનું ઘર રહેવા માટે ભાડે લીધું છે. વધુમાં તમને જણાવી દઈએ કે એક મીડિયા અહેવાલ અનુસાર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા કોરોના લોકડાઉન દરમિયાન આલીબાગ વિસ્તારમાં રહેતા હતા. વિરાટ અને અનુષ્કાને આ જગ્યા ખૂબ જ પસંદ આવી હતી. ત્યારબાદ આ ઘરને ખરીદવાનું વિચાર્યું હતું.
ત્યારે આ ઘરના માલિક સાથે વ્યક્તિગત રીતે વાત કરીને ખરીદવા માટેની અને ઘરની સજાવટ માટે વાત કરી હતી. અલીબાગમાં રહેતા આ 4 BHK ફ્લેટ ની કિંમત આશરે 10.05 કરોડ રૂપિયાની આસપાસ છે. આ ઘરની વિગતવાર વાત કરીએ તો આ ઘરમાં બે કાર ગેરેજ, ચાર પાઉડર રૂમ, ચાર બાથરૂમની સાથે ચાર બેડરૂમનો પણ સમાવેશ થાય છે. વધુમાં ટેરેસ, આઉટડોર ડાઇનિંગ, ખાનગી પુલની સાથે સાથે આપ ફ્લેટમાં કામ કરતા સ્ટાફને રહેવા માટે ક્વાર્ટર્સતો આ સાથે જ કેટલીક ખુલી જગ્યા હતી. આ સંપૂર્ણ બાંધકામ સહિત આ ઘર 14 થી 18 મહિનામાં પૂર્ણ થવા જઈ રહ્યું છે.
વિરાટ અને અનુષ્કાએ જુહુ માં 1650 સ્ક્વેર ફૂટના એક ફ્લેટ માટે 7.50 લાખ રૂપિયા જમા કરાવીને ભાડા પર રાખ્યું છે આ ઘરનું મહિને ભાડું 2.76 લાખ રૂપિયા છે. ભાડા પર રાખેલા આ ફ્લેટ ભૂત પૂર્વ ક્રિકેટર સમર્જિત સિંહ ગાયકવાડનું માનવામાં આવે છે. જે વડોદરાના એક રાજવી પરિવારના રહેવાસી છે. તેઓ મહારાજ છે. વધુમાં વિરાટ અને અનુષ્કાની સંપત્તિ વિશે વાત કરીએ તો દિલ્હીની બાજુમાં આવેલ ગુરુગ્રામમાં એક વિશાળ બંગલો પણ છે જેની કિંમત આશરે 80 કરોડ રૂપિયા છે. તો આ સાથે જ વધુમાં મુંબઈમાં એક એરપોર્ટ પણ પોતાના નામે છે. જેની કિંમત આશરે 34 કરોડ રૂપિયા છે. મુંબઈમાં બીજી કેટલીક પ્રોપર્ટી છે. જેમાં 10 કરોડની કિંમત વાળો 3 BHK ફ્લેટ પણ છે.