બબીતાજી પર પણ ચડ્યો દીપુડીના ‘બેશરમ રંગ’ સોન્ગનો ફીવર, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ..-જુઓ વિડિયો

ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં ઘરે ઘરે પ્રસિદ્ધ થયેલ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ફેમસ એક્ટ્રેસ બબીતાજી એટલે કે મુનમુન દત્તા પર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની 25 જાન્યુઆરીએ આવી રહેલ ફિલ્મ પઠાણનું આલ્બમ સોંગ ‘બેશરમ રંગ’ નો ફીવર ચડ્યો છે. બબીતાજીએ દિપુડીના આ સોંગ પર જોરદાર ડાન્સ કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

બબીતાજી ઉર્ફ મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. બબીતાજી અવારનવાર પોતાના ચાહકો માટે કંઈક ને કંઈક પોસ્ટ શેર કરતી હોય છે. તેના ચાહકો પણ તેણે શેર કરેલી પોસ્ટ પર ઘણી બધી પ્રતિક્રિયાઓ આપતા હોય છે. આ દરમિયાન બબીતાજીએ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના સોંગ પર જોરદાર ડાન્સ કરીને એક વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

દીપૂડીના ‘બેશરમ સોંગ’ પર બબીતાજીએ બનાવેલ આ ડાન્સનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બબીતાજી સિવાય ઘણી બોલીવુડ એક્ટ્રેસે દીપિકા પાદુકોણના આ સોંગ પર વિડીયાઓ બનાવીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કર્યા છે. પઠાણ ફિલ્મનું આ સોંગ હાલ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રેડિંગનો વિષય બન્યું છે.

તમને જણાવી દઈએ કે આ સોંગ પર અત્યાર સુધીમાં ઘણી એક્ટ્રેસ હતી દીપિકા પાદુકોણના ડાન્સ સ્ટેપને કોપી કરીને તેના વિડીયો બનાવ્યા છે. તો આ સાથે જ આ સોંગ રિલીઝ થતાની સાથે જ ઘણું વિવાદસ્પ્રદ રહ્યું છે ઘણી એક્ટ્રેસો આ સોંગ પર વિડીયો બનાવીને દીપિકા પાદુકોણને સપોર્ટ પણ કરી રહી છે. તેવામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોમેડી સિરિયલની ફેમસ એક્ટ્રેસ બબીતાજી પણ આ સોંગ પર વિડીયો બનાવીને શેર કર્યો છે. જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર તાપમાન વધારી રહ્યો છે. જુઓ આ વિડીયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *