બાબર આઝમે કહ્યું- વિરાટ કોહલી કરતા પણ આ ભારતીય ખેલાડી ઘાતક છે, અમારા માટે બની શકે છે હારનું કારણ…
આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત મેચ રમાવાની છે. આ મેચ માટે હાલમાં બંને ટીમોના તમામ ખેલાડીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે અને સતત પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. ભારતે આ પહેલા ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે શાનદાર જીત મેળવી છે. હવે આ મેચમાં પણ જીત મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે. આ પહેલા એક અન્ય સમાચાર સામે આવ્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે થોડા સમય પહેલા એશિયા કપમાં જબરદસ્ત મેચ રમાઈ હતી જેમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. હવે આવતીકાલે ફરી એક વખત આ બંને ટીમો સામ સામે ધમાલ મચાવતી જોવા મળશે. પાકિસ્તાનની ટીમ આ વખતે ભારતીય ટીમને હરાવવાના પૂરેપૂરા પ્રયત્નો કરશે. આવી સ્થિતિમાં બાબર આઝમે તાજેતરમાં આ ભારતીય ખેલાડી વિશે ઘણી વાતો કરી છે.
બાબરે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું છે કે વિરાટ કોહલી નહીં પરંતુ આ ભારતીય ખેલાડી અમારા માટે કાળ બની શકે છે. તેના ફોર્મને જોઈને હાલમાં અમારા બોલરો તેને આઉટ કરવા માટે પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. તે વર્લ્ડ કપમાં એક પછી એક મોટા સ્કોર બનાવતો જોવા મળ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર વિસ્ફોટક ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે બાબા આઝમે તાજેતરમાં રોહિત શર્મા વિશે ઘણી વાતો કહી છે. તેણે જણાવ્યું છે કે રોહિતે તાજેતરમાં અફઘાનિસ્તાન સામે 131 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. તે હિટમેન તરીકે ફરી એક વખત સફળ રહ્યો છે. તેની સારી બેટીંગના કારણે અમને અત્યાર સુધી ઘણું નુકસાન થઈ ચૂક્યું છે. આવતીકાલે પણ તે અમારા માટે કાળ બની શકે છે અને હાર પણ અપાવી શકે છે.
બાબરે વધુમાં જણાવ્યું કે રોહિત ઉપરાંત ગિલ પણ સારા ફોર્મમાં જોવા મળ્યો છે. તે વર્લ્ડકપની એક પણ મેચ રમી શક્યો નથી પરંતુ આવતીકાલે મેદાને ઉતરે તેવી આશા રહેલી છે. જેથી અમારા બોલરો અત્યારથી જ તેને આઉટ કરવા માટે મજબૂત પ્રયત્નો કરી રહ્યા છે. આ પણ એક અગત્યની બાબત ગણી શકાય છે. ભારતીય ટીમ ફરી એક વખત બદલાયેલી જોવા મળી શકે છે.