રવિ પાકના ટેકાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, ખેડૂતોની દિવાળી જ નહીં આખું વર્ષ સુધર્યું, જાણો કયા પાકમાં કેટલા વધ્યા…
ગુજરાતના ખેડૂતો માટે અને રવિ પાકનું ઉત્પાદન કરતા કિસાન ભાઈઓ માટે એક મહત્વપૂર્ણ અને સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોની દિવાળી જ નહીં પરંતુ આખું વર્ષ સુધાર્યું છે રવિ પાકના ટેકાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો કરવામાં આવ્યો છે. આજના આ લેખમાં તેની વિગતવાર માહિતી અમે તમને જણાવીશું જેથી લેખના અંત સુધી વાંચતા રહેજો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રી મંડળ સમિતિ દ્વારા વર્ષ 2024-25 માટે તમામ જરૂરી રવિ પાકના ટેકાના ભાવમાં વધારાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કેન્દ્ર સરકારનો આ મહત્વનો નિર્ણય વધાવી લીધો છે. મોદી સરકારનો આ નિર્ણય ફરી એકવાર ખેડૂતો માટે સોનાનો દિવસ લઈને આવ્યો છે.
ટેકાના ભાવમાં ઘઉં અને સરસવ સહિત કુલ આ 6 પાકોની MSPમાં રેકોર્ડ બ્રેક વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘઉંની MSP વધારીને 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. આ સાથે સરસવના MSPમાં રૂપિયાનો 400નો વધારો કરવામાં આવ્યો છે. હવે તમને પ્રશ્ન થશે કે આ MSP શું છે? તમને જણાવી દઈએ કે ખેડૂતોના ભલા માટે MSPની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર પાક માટે લઘુતમ કિંમત નક્કી કરે છે. જેને MSP તરીકે ઓળખવામાં આવે છે. આ સિસ્ટમનો ફાયદોએ છે કે જો પાકના બજાર ભાવ ઘટે તો કેન્દ્ર સરકાર આ MSP પર ખેડૂતો પાસેથી પાકની ખરીદે છે.
કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ આ પદ્ધતિનો મુખ્ય હેતુ ખેડૂતોને નુકસાનીથી બચાવવાનો છે. હવે તમામ રવિ પાકોમાં સરકાર દ્વારા કરવામાં આવેલ ટેકાના ભાવમાં વધારા વિશે તમને જણાવીએ. ઘઉંની MSPમાં પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયાનો વધારો થયો છે. માર્કેટિંગ સીઝન 2024-25 માટે, તે 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 2275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયું છે. સરસવની MSPમાં પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયાનો વધારો થયો છે. માર્કેટિંગ સીઝન 2024-25 માટે, તે 5450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 5650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયું છે.
જવની MSP પ્રતિ ક્વિન્ટલ રૂ. 115 વધી છે. માર્કેટિંગ સીઝન 2024-25 માટે, તે 1735 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 1850 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.ચણાની MSPમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 105નો વધારો થયો છે. માર્કેટિંગ સીઝન 2024-25 માટે, તે 5335 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 5440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.મસૂર દાળની MSP પ્રતિ ક્વિન્ટલ 425 રૂપિયા વધી છે. માર્કેટિંગ સીઝન 2024-25 માટે, તે 6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 6425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.કુસુમ સૂરજમુખીની એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 150નો વધારો થયો છે. માર્કેટિંગ સીઝન 2024-25 માટે, તે 5650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 5800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે.