કપાસ પડ્યો હોય તો સાચવીને રાખજો, આ તારીખથી કપાસનો ભાવ સિદ્ધો ડબલ થશે, કોટનનો સટ્ટો જામશે…
વૈશ્વિક મંદિ અને યુદ્ધના કારણે મોંઘવારી આસમાને પહોંચી રહી છે. તો બીજી તરફ વિદેશી માર્કેટમાં કપાસની વધારે પડતી માંગને કારણે આગામી સમયમાં કપાસમાં ભારે તેજીનો માહોલ જોવા મળશે તેવું અનુમાન કપાસના વેપારીઓ લગાવી રહ્યા છે. ગુજરાતમાં આ વર્ષે કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે તેનું મુખ્ય કારણ વરસાદની અનિયમિતતા અને કેટલાક રોગોને કારણે કપાસના પાકને મોટી માત્રામાં નુકસાની થઈ છે.
કપાસનું મોટાભાગનું વાવેતર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કરવામાં આવે છે પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રમાં અનિયમિત વરસાદને કારણે કપાસનો પાક ઉભો સુકાયો છે. તો કેટલાક વિસ્તારોમાં ખતરનાક રોગોને કારણે કોટનની ગુણવત્તામાં ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે કપાસનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચે તેવું જોવા મળી રહ્યું છે.
ઉનાળો જેમ તપશે તેમ તેમ કોટનનો સટ્ટો જામશે. વેપારીઓના અનુમાન અનુસાર ઉનાળાની શરૂઆતમાં એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણી નજીક આવતાં ખેડૂતોને લાભ મળશે, 1 એપ્રિલ આજુબાજુ કપાસનો ભાવ એક સાથે ડબલ થઈ શકે છે, હાલ કપાસનો ભાવ પ્રતિ મણ 1300 થી 1680 સુધી ચાલી રહ્યો છે. પરંતુ આગામી સમયમાં આ ભાવમાં મોટો વધારો વધારો થઈ શકે છે. હાલના કેટલાક બજારમાં કપાસ ભાવ પર એક નજર કરીએ.
રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના નવા ભાવ આજે 1100 થી 1620 રૂપિયા સુધી બોલવામાં આવ્યા છે તો આ સાથે જ અમરેલી માર્કેટ યાર્ડમાં આજે બજાર ભાવ 1150 થી 1630 સુધી બોલવામાં આવ્યા છે. જસદણ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ આજે રૂપિયા 1110 થી 1610, બોટાદ માર્કેટ યાર્ડમાં આજના નવા કપાસના ભાવ 1120 થી 1630 રૂપિયા બોલાયો છે.
મહુવા માર્કેટયાર્ડની વાત કરવામાં આવે તો આજે કપાસના ભાવ 1130 થી 1600 રૂપિયા બોલવામાં આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસના નવા ભાવ આજે 1100 થી 1610 રૂપિયા બોલવામાં આવ્યો છે. કાલાવાડ માર્કેટ યાર્ડમાં કપાસના નવા ભાવ 1150 થી 1630 રૂપિયા બોલવામાં આવ્યો છે તો આ સાથે જામજોધપુર માર્કેટ યાર્ડમાં કપાસનો નવા ભાવ પ્રતિ મણ 1150 થી 1620 સુધી સૌથી વધુ બોલવામાં આવ્યા છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1100 થી 1630 સુધી બોલવામાં આવ્યો છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.