ખેડૂતો આનંદો! ટેકાના ભાવે મગફળી વેંચવા માંગતા ખેડૂતો માટે ગુજરાત સરકારનો આ મોટો નિર્ણય, જાણી લો ફટાફટ…

ગુજરાતમાં આ વર્ષે છેલ્લા પાંચ વર્ષની સાપેક્ષમાં મગફળીના ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે વરસાદની અનિયમિતતા અને કેટલીક કુદરતી આપત્તિઓને કારણે પાકમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી વેચતા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. આ લેખમાં અમે તેની વિગતવાર માહિતી અમે તમને જણાવીશું.

ગુજરાતના ખેડૂતોને પોતાના પાકનું યોગ્ય વળતર મળી રહે અને આર્થિક સરક્ષણ મળે તે હેતુથી માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોને ટેકાના ભાવે ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ટેકાના ભાવે વેચતા ખેડૂતો માટે નોંધણી કરાવવા ઇ-સમૃદ્ધિ પોર્ટલ 25/9/2023 થી 16/10/2013 સુધી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ખેડૂતોએ આ પોર્ટલ ઉપર કરેલ નોંધણીની રજૂઆતના આધારે આ તારીખને 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. ટેકાના ભાવે મગફળી અને અન્ય પાકોનું વેચાણ કરતા ખેડૂતો માટે આ એક મહત્વપૂર્ણ અને સારા સમાચાર ગણી શકાય છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું છે કે 15 ઓક્ટોબર સુધીની સ્થિતિએ રાજ્યમાં મગફળી માટે 35,585 ખેડુતો, સોયાબીન માટે 23,316 ખેડૂતો, મગ માટે અડદ માટે 62 ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી છે. તેમણે વધુમાં કહ્યું છે કે રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીમાં સહભાગી થાય અને પોષણક્ષમ ભાવ મેળવવા મંત્રીએ ખેડૂતોને અપીલ કરી છે.

ભારત સરકાર દ્વારા આ વર્ષે 2023-24 માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ. 6377/- કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. 8558/- કિવ., અડદનો ટેકાનો ભાવ રૂ.6950/- કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ. 4600/- કિવ. જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના વિવિધ ખરીદ કેન્દ્રો પર મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ 21-10-2023 શનિવારના રોજથી શરૂ કરવામાં આવશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરી તમામ ખેડૂતો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *